________________
પ્રભુતા : કંચન ભલે કાળી રહી, પણ અમિતા કરતાં લાખ દરજે સારી નલિનકાન્ત : પણ હવે આ બધું ડહાપણ શા કામનું? મને તો લાગે છે કે
કચનની આંતરડી કકળાવી એનાં આ ફળ ચાખવાનાં આવ્યાં. પ્રભુતા : તમારે એકલાને નહિ – તમારે, મારે ને બાપુજીને – બધાંને. નલિનકાન્ત : ને કંચનનું નસીબ તો જુઓ. આપણે એને પડતી મૂકી તો
બિપિનચંદ્ર એને અપનાવી લીધી ! એમનો એ આત્મભોગ
જેવોતેવો ન કહેવાય. પ્રભુતા હાસ્તો, નહિ તો મને છોડીને કંચનને પરણવા તૈયાર થવામાં
એમને વળી કયો સ્વાર્થ હતો ? નલિનકાન્ત : આપણે કંચનનો ભવ બગાડી બેઠાં એ એમણે સુધારી લીધો. પ્રભુતા : ખરેખર કંચનને ન્યાતમાં સારામાં સારો છોકરો આજે તો મળી
ગયો. નલિનકાન્ત ઃ બિપિનચંદ્ર સોલિસિટર પણ થઈ ગયા અને આ અખાત્રીજે તો
એમનાં લગ્ન પણ થવાનાં સાંભળ્યાં છે. પ્રભુતા : નહિ તો આ અખાત્રીજે એમની સાથે મારાં લગ્ન હોત. નલિનકાન્ત : વિધિની કેવી વિચિત્રતા! પ્રભુતા : વિવિચતા તે કેવી? – કે એમના લગ્નમાં જવાની આપણને
કંકોત્રી પણ નહિ. નલિનકાન્ત : હવે શું કામ મોકલાવે? પછીથી એમણે આપણી સાથે સંબંધ
જ તોડી... પ્રભુતા : પણ એમાં તો ભાઈ, તમારી ભૂલ છે. તમે એમને રસ્તામાં મળે
તો બોલાવવાનું પણ બંધ કર્યું, પછી સંબંધ ક્યાંથી રાખે આપણી સાથે ??
(ઘંટડી વાગે છે.] નલિનકાન્ત : મોહનલાલ આવ્યા લાગે છે. હું તો એની સાથે એક અક્ષરે
બોલવાનો નથી. પ્રભુતા : હા, પણ બારણું ઉઘાડવા તો જાવ. નલિનકાન્ત : તે યે હું નથી જવાનો; તું જા તારે જવું હોય તો.
પ્રભુતા : તો હું યે નથી જતી. નલિનકાન્ત : તો બેસ. થાકીને જશે પાછા.
[ફરી ઘંટડી વાગે છે.)
શ્યામ રંગ સમીપે ન ૪૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org