________________
આવતી ક્ષતિઓ સહેજે વટાવી જાય છે. મહાન લેખકો પ્રમાદ કરવા છતાં પણ પોતાની પ્રતિભાને બળે આ રીતે વાચકને પોતાના પ્રવાહમાં ઘસડી જાય છે, એટલે ટૂંકીવાર્તાના ગુણદોષની બધી ચર્ચા છતાં સમર્થ, પ્રતિભાશાળી લેખકનું બળ વિવેચકોએ સ્વીકાર્યું છે. અલબત્ત, તેથી સાધારણ વાર્તાલેખકોએ આવી બાબતમાં પ્રમાદ ન કરવો જોઈએ.
નવલકથા કે નાટક કરતાં ટૂંકી વાર્તાનું ફલક મર્યાદિત હોવાથી એમાં પાત્રાલેખનની કલાનું મહત્ત્વ વિશેષ છે. વાર્તામાં વસ્તુ સાથે વ્યક્તિનું પણ એટલું જ મહત્ત્વ હોય છે. વાર્તામાં પાત્ર પ્રસંગોને અને પ્રસંગો પાત્રને ઘડતાં હોવાથી, તેમજ મનુષ્યના મનોગત ભાવોનું પૃથક્કરણ અને તલસ્પર્શી આલેખન વાચકના હૃદયને સૌથી વધારે સ્પર્શતું હોવાથી પાત્રનિરૂપણ વાર્તાસાહિત્યમાં મહત્ત્વનું અંકાયું
છે.
ટૂંકી વાર્તાનું પાત્રાલેખન નવલકથા કે નાટક કરતાં નાટિકા સાથે વધુ મળતું આવે છે. મર્યાદિત ક્ષેત્રને લીધે ટૂંકી વાર્તામાં વાર્તાકારને પાત્રાલેખન માટે નાટ્યાત્મક શૈલીનો આશ્રય લેવાની કેટલીક વાર ફરજ પડે છે. એટલે જ એમાં પાત્રોને કુટુંબ, સગાં-સંબંધીઓ, ભૂતકાળનો ઇતિહાસ અને અતિ દૂરના ભાતિથી, દરેક બાબતમાં, કલાત્મક રીતે અલિપ્ત રાખી આલેખવા જોઈએ; અને જરૂર પડે તો સૂચન કે કલાત્મક સંવાદ દ્વારા તે વસ્તુનો નિર્દેશ થવો જોઈએ.
નવલિકામાં પાત્રોનો વિકાસ નવલકથામાં થાય છે તેવી ધીરી ગતિથી ન થઈ શકે, તેમજ પાત્રના જીવનભરના વિકાસનું આલેખન પણ ન થઈ શકે. ટૂંકી વાર્તા મુખ્યત્વે પાત્રના જીવનમાંનો એક પ્રબળ પ્રસંગ ઉપાડી લઈ એ પ્રસંગમાંથી ઉદ્દભવેલી લાગણીઓ આસપાસ પોતાનું ક્લેવર રચે છે. ટૂંકી વાર્તામાં વિશેષતઃ એક જ પાત્રના જીવનમાં આવતા અસાધારણ કટોકટીના, તીવ્ર મંનના, વિચિત્ર વાંકવળાંક કે પલટાના, અથવા તો પાત્રના સમગ્ર જીવનને કે જીવનદૃષ્ટિને ફેરવી નાખે એવા પ્રસંગોનું સંક્ષેપમાં નાટ્યાત્મક રીતે આલેખન થવું જોઈએ. Evelyn Albright : "And the best short story is that which presents not the development in full length or in a summary, but a stage or cross-section of the development the character at a crisis, about to be determined in one direction or the other."
-
જીવંતપણાની છાપ એ પાત્રાલેખનમાં અતિ મહત્ત્વની વસ્તુ છે. શ્રેષ્ઠ પાત્રો (પાત્રાલેખનની દૃષ્ટિએ) હંમેશાં માનવસ્વભાવના સાચા નમૂના જેવાં લાગવાં જોઈએ. સાધારણ દેખાવા છતાં એમનું જીવન અસાધારણ હોવું જોઈએ. “He must live,
ટૂંકી વાર્તા * ૩૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org