________________
હરી લે છે. વાતાવરણ પ્રફુલ્લિત અને પ્રોત્સાહિત બની જાય છે. પક્ષીઓનો મધુર કલરવ એમાં ઉમેરો કરે છે.
ભારતીય ઉપખંડમાં ફાગણ અને ચૈત્ર માસ વસંતઋતુના મહિના તરીકે ગણાયા છે. મહાસુદ પાંચમને વસંતપંચમી તરીકે ઓળખાવવામાં આવે છે. સૂર્યના રાશિસંક્રમણ અનુસાર, શિવરાત્રિ પછી વસંતઋતુ એના શ્રેષ્ઠ સ્વરૂપે ફાગણમાં જોવા મળે છે. જગતના ભિન્ન ભિન્ન દેશોમાં પોતપોતાના સમયાનુસાર વસંતઋતુના આગમનને વધાવવામાં આવે છે. કોઈ પ્રજા એવી નથી કે જ્યાં વસંતઋતુનો ઉત્સવ ઊજવાતો ન હોય. કોઈ સાહિત્ય એવું નથી કે જેમાં વસંત વિશે કવિતા ન લખાઈ હોય. ‘વસંત’ નામનો એક શાસ્ત્રીય રાગ પણ છે.
ભારતીય સાહિત્યમાં આરંભથી જ ઋતુઓને મહત્ત્વનું સ્થાન અપાયું છે. કવિતામાં ઋતુવર્ણન થાય છે અને ઋતુવર્ણન વિશે સ્વતંત્ર કાવ્યો પણ લખાય છે. સંસ્કૃત સાહિત્યમાં કાલિદાસનું ઋતુસંહાર’ એનું સુપ્રસિદ્ધ ઉદાહરણ છે.
કવિતા યુગે યુગે જુદા જુદા સ્વરૂપે આવિષ્કાર પામે છે. કેટલાક પ્રતિભાસંપન્ન કવિઓ સ્વરૂપલક્ષી કોઈક નવતર પ્રયોગ કરે છે અને એ કાવ્યરસિકોમાં ધ્યાનાર્હ બનતાં બીજા કવિઓ એને અનુસરે છે. તેઓ બધા નવી નવી સિદ્ધિઓ ાખવે છે અને એ રીતે એક નવા કાવ્ય-પ્રકારનો યુગ પ્રવર્તે છે. ફરી નવી સામાજિક, રાજકીય, ધાર્મિક, આર્થિક વગેરે પ્રકારની પરિસ્થિતિના સંદર્ભમાં વળી નવા તેજસ્વી કવિઓનો નવો યુગ શરૂ થાય છે અને જૂનાં કાવ્યસ્વરૂપોનો યુગ અસ્ત પામે છે. એક જ ઘરેડમાં બંધાઈ ગયેલાં, જૂનાં થઈ ગયેલાં, ઘસાઈ ગયેલાં, લપટાં પડી ગયેલાં, ચમત્કૃતિવિહીન બની ગયેલાં કાવ્યસ્વરૂપોમાં નવી પ્રજાને, નવા કવિઓને તથા નવા ભાવકોને રસ ન પડે એ કુદરતી છે. કાવ્યસર્જનના ક્ષેત્રે નવીનતા અને કાલગ્રસ્તતાની આ પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે. અલબત્ત, કેટલાંક કાવ્યસ્વરૂપોને જીર્ણતા જલદી લાગતી નથી. કવિતા તરીકે જે કવિતા શ્રેષ્ઠ છે તે જૂની થતી નથી.
મધ્યકાલીન ગૂર્જર સાહિત્યમાં (ગુજરાતી અને રાજસ્થાનીમાં વસંતઋતુને અનુલક્ષીને જે એક કાવ્યપ્રકાર ખીલ્યો તે ‘ફાગુકાવ્ય’ છે. વિક્રમના ચૌદમા શતકથી અઢારમા-ઓગણીસમા શતક સુધીમાં આ કાવ્યપ્રકાર ઠીક ઠીક વિકાસ પામ્યો. એમાં વિવિધ પ્રકારના પ્રયોગો થયા. કેટલાક ઉત્તમ કવિઓને હાથે લખાયેલી શ્રેષ્ઠ મનોહર કાવ્યકૃતિઓ આપણને આ યુગમાં સાંપડી છે, જેમાં કાવ્યતત્ત્વની દૃષ્ટિએ એક શ્રેષ્ઠ કૃતિ તે સુપ્રસિદ્ધ ‘વસંતવિલાસ’ છે.
#ગુકાવ્યો લગભગ દોઢસો જેટલાં આપણને પ્રાપ્ત થયાં છે. બીજાં પણ મળવાનો સંભવ છે. એમાંના ઘણાખરા કવિઓએ પોતે જ પોતાના કાવ્યને ‘ફાગુ’
ફાગુનો કાવ્યપ્રકાર # ૨૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org