________________
યોજેલા જૈન સાહિત્ય સમારોહ અને પરિસંવાદો વગેરેમાંથી ઘણું જીવનપાથેય મળી રહેતું. શ્રાવકજીવન વિશેના એમના વિચારો અને આચારનો સુભગ સમન્વય તેમના જીવનમાં જોવા મળતો. જીવનના મર્મો હસતા હસતા સાહેબ આપણને સમજાવે એ એઓશ્રીની વિશિષ્ટતા.
પૂ. સાહેબનું લગભગ બધું જ સાહિત્ય વાંચવાનો મને લાભ મળ્યો. એ બધું જ ઉત્તમ અને જીવનને ઊર્ધ્વગામી બનાવે એવું તત્ત્વશીલ છે. પ્રબુદ્ધ જીવન’ પ્રગટ થાય એટલે વહેલી સવારે પૂ. સાહેબનો લેખ વાંચવાનો નિયમ થઈ ગયો. એમના વિચારોને મનમાં વાગોળું અને સાહેબ સાથે એ લેખ વિશે વિશેષ જાણકારી મેળવું. આપણે એ લેખની પ્રશંસા કરીએ તો સાહેબ મૌન સ્મિત સાથે, નિસ્પૃહ ભાવે એ ઝીલી લે, અને શંકાનું સમાધાન કરે.
પૂ. સાહેબે તેમનો ગૂર્જર ફાગુ સાહિત્ય' ગ્રંથ મને મોકલ્યો. નવું પુસ્તક પ્રગટ થાય એટલે સાહેબ અચૂક સ્નેહીમિત્રો અને અભ્યાસીઓને મોકલે. એ ગ્રંથ વાંચીને હું તો અવાક્ જ બની ગયો. આટલું બધું પશ્રિમપૂર્વકનું સંશોધન તેમજ ગહન ચિંતન મેં ભાગ્યે જ કોઈ ગ્રંથમાં જોયું છે. ઉત્સાહથી મેં સાહેબને ફોન કર્યો, દસ મિનિટ સુધી હું બોલતો જ રહ્યો, અને છેલ્લે કહ્યું, ‘સાહેબ, આ ગ્રંથને તો ડી.લીટ.ની ઉપાધિ મળવી જોઈએ. પરદેશમાં આવું સંશોધન આપે કર્યું હોત તો...' તો સામા પક્ષે સાહેબનું માત્ર મૌન જ, અને છેલ્લે ઉપાધ્યાય યશોવિજ્યજી કૃત ‘અધ્યાત્મસાર’ અને જ્ઞાનસાર’ બે ગ્રંથો એઓશ્રી પાસેથી જૈનજગતને મળ્યા એ તો આપણા સૌનું પરમ સદ્ભાગ્ય. એ ગ્રંથોનું વિશદ્ ચિંતન અહીં એક લીટીમાં શું સમાવું ? અને એ માટે હું અધિકારી પણ નથી.
એક વખત ફોન ઉપર વાતો કરતાં કરતાં મેં સાહેબને કહ્યું, આપનું સાહિત્યજગત વિશાળ છે, એનું ચયન કરી ચાર-પાંચ ગ્રંથો તૈયા૨ થાય તો અનેક જ્ઞાનપિપાસુને વિશેષ લાભ મળે. કોણ જાણે કેમ એ ઘડી આપણા માટે શુભ હશે, તો સાહેબથી સહજ બોલાઈ ગયું : ‘હા, હમણાં જ મિત્ર પ્રા. જશવંત શેખડીવાળાએ પણ મને એવું સૂચન કર્યું હતું.' પણ બીજી જ પળે એ વાક્યથી દૂર લઈ જવા મને બીજી વાતોએ વળગાડી દીધો. હું સમજી ગયો કે સાહેબની મને આ વાત કહેવાની ઇચ્છા ન હતી. પણ એમનાથી ‘કહેવાઈ ગયું’! એ એમને દુઃખ હતું. અજાણતાં થઈ ગયેલા આવાં સૂક્ષ્મ કર્મો પ્રત્યે પણ સાહેબ આટલા સભાન !
પણ આ વાત મારા મનનો કેડો ન છોડે. મનમાં સંતોષ થયો કે મને જેવો વિચાર આવ્યો એવો જ વિચાર સાધુચરિત પ્રા. જશવંત શેખડીવાળાસાહેબને પણ આવ્યો છે. એટલે આ કામ કરવા જેવું તો છે જ, અને કુદરતનો આમાં નક્કી કંઈ
Jain Education International
99
For Private & Personal Use Only
www.jainelibrary.org