________________
સમયસુંદરે કંઈ અભ્યાસ કર્યો હતો કે નહિ એ વિશે પણ કોઈ ચોક્કસ નિર્દેશ મળતો નથી. મારવાડ અને તેમાંયે સાચોર જેવા પછાત ગામમાં અભ્યાસ માટે તેમને બહુ અનુકૂળતા મળી હોય એ સંભવિત નથી. દીક્ષા પછી અભ્યાસ માટે તેમને ઘણી તક મળી હતી એમ એમના લખાણ પરથી જાણી શકાય છે.
સમયસુંદરે પોતાનો અભ્યાસ વિશેષતઃ વાચક મહિમરાજ પછીથી જેઓ શ્રી જિનસિંહસૂરિ તરીકે ઓળખાતા હતા.) અને સમયરાજ ઉપાધ્યાય પાસે કર્યો હતો. એટલે જ તેઓ તેમને બંનેને પોતાના વિદ્યાગુરુ તરીકે ‘ભાવશતક' અને “અષ્ટલક્ષી નામની પોતાની કૃતિઓમાં ઓળખાવે છે. જુઓ :
श्री महिमराजवाचक-वाचकवर-समयराजपुष्यानाम् । मद्विद्यैक गुरूणां प्रसादतो सूत्रशतकमिदम् ॥ (भावशतक)
श्रीजिनसिंहमुनीश्वर-वाचकवर-समयराज-गणिराजाम् ।
मदविद्यैकगुरूणामनुग्रहो मेऽत्र विज्ञेयः ॥ (अष्टलक्षी)
ભાવકશતક', “અષ્ટલક્ષી' અને એવા બીજા વિદ્વત્તાભર્યા ગ્રંથો જોતાં લાગે છે કે કવિએ વાચક મહિમરાજ અને સમયરાજ ઉપાધ્યાય પાસે બેસીને કાવ્યો, ટીકાઓ અને ધર્મશાસ્ત્રોનો ઘણો ઊંડો અભ્યાસ કર્યો હશે. કવિનાં ઉચ્ચ અભ્યાસ, તીક્ષ્ણ બુદ્ધિ, અસાધારણ પ્રતિભા અને તપસ્વી તથા સંયમી સાધુજીવન જોઈને આચાર્યશ્રી જિનચંદ્રસૂરિએ તેમને સં. ૧૬૪૦ના મહા સુદ પાંચમને દિવસે ‘ગણિ'નું પદ આપ્યું હતું.
ત્યાર પછી સમ્રાટ અકબરના નિમંત્રણને માન આપી જ્યારે આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિ સં. ૧૬૪૮માં લાહોર ગયા ત્યારે તેમની સાથે ગયેલ બીજા ૩૧ સાધુઓમાં સકલચંદ્રગણિ, મહિમરાજ, સમયસુંદર વગેરે પણ હતા. તે સમયે સમયસુંદરે “નાનો તે સધ્યમ્' આઠ અક્ષરના આ વાક્યના આઠ લાખ અર્થ કરી બતાવી, પોતાની “અષ્ટલક્ષી' નામની કૃતિ વડે અકબર બાદશાહને પ્રસન્ન કર્યા હતા. સં. ૧૬૪૯માં ફાગણ સુદ બીજને દિવસે શ્રી જિનચંદ્રસૂરિએ સમયસુંદરને લાહોરમાં વાચનાચાર્યનું પદ આપ્યું હતું. એ જ વખતે આચાર્યશ્રીએ વાચક મહિમરાજને આચાર્યની પદવી આપી શ્રી જિનસિંહસૂરિ એવું નામ આપ્યું હતું. એટલે જ આ સમય પછી લખાયેલી “સાંબપ્રદ્યુમ્નરાસ”, “ચાર પ્રત્યેક બુદ્ધનો રાસ', મૃગાવતીચરિત્ર' વગેરે કૃતિઓમાં સમયસુંદર પોતાને “વાચક સમયસુંદર' તરીકે ઓળખાવે છે. આ સમય દરમિયાન સમયસુંદરે ગુજરાતી ભાષામાં રાસ, પ્રબંધ, ગીતો, સ્તવનો, છત્રીસી વગેરે પ્રકારની કાવ્યકૃતિઓ લખવી શરૂ કરી દીધી હતી. વાચનાચાર્યની પદવી પછી વીસ કે એકવીસ વર્ષે સમયસુંદરને પાઠક એટલે
કવિવર સમયસુંદર અને એમની બે રાસકૃતિઓ ૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org