________________
સચોટ વર્ણન કવિએ કર્યું છે. ફાગુકાવ્યમાં કેન્દ્રસ્થાને સામાન્ય રીતે કોઈ નાયકનાયિકા હોય છે, પરંતુ આ કાવ્યમાં કવિએ કોઈ એક યુગ્મનું નહીં, પણ અનેક યુગ્મના મિલનનું વર્ણન કર્યું છે. એમાં વનને અનંગરાયના નગરનું આપેલું રૂપક, મદનકિશોરે માનિની અને વિયોગિની સ્ત્રીઓના હૃદયમાં મચાવેલા ખળભળાટનું વર્ણન તથા વિલાસિનીઓએ પોતાના પ્રિયતમને આપેલા ઉપાલંભનું વર્ણન ઇત્યાદિમાં કવિની રસિકતા અને કલ્પના વાચકને આકર્ષી જાય છે.
આ કાવ્યમાં કવિએ પ્રત્યેક પંક્તિમાં આંતરયમક અને અંત્યયમકની રચના કરી છે. એમાંથી નમૂનારૂપ થોડી પંક્તિઓ જોઈએ:
માનિનિ-જન-મન-ક્ષોભન શોભન વાઉલા વાઈ, નિધુવન-કેલિ-કલામિય કામિય-અંગિ સુહાઈ. અલિજન વસઈ અનંત રે વસંત તિહાં પરધાન,
તરુઅર વાસનિકેતન કેતન કિશલ સંતાન. શબ્દાલંકારો અને ઉપમા, રૂપક, ઉલ્ટેક્ષા અન્યોક્તિ વગેરે અર્થાલંકારોને મધુર રીતે પ્રયોજી, દરેક કડીને લાઘવયુક્ત, લાલિત્યયુક્ત, રસધન અને સચોટ બનાવી કવિએ એક મનોહર કલાકૃતિનું નિર્માણ કર્યું છે..
‘વસંતવિલાસ' આપણા ગુજરાતી સાહિત્યમાં એક અનોખી ભાત પાડતું કાવ્ય
આ સમય દરમિયાન બીજી કેટલીક મહત્ત્વની ફાગુકતિઓ લખાઈ છે, જેમાં રાજશેખરકૃત ‘નેમિનાથ ફાગુ', હલરાજકૃત યૂલિભદ્રફાગ', “જયસિંહસૂરિકૃત નેમિનાથ ફાગુ' (બે કૃતિઓ, પ્રસન્નચંદ્રસૂરિકૃત “રાવણિપાર્શ્વનાથ ફાગુ', કોઈ અજ્ઞાત કવિકૃત “જબૂસ્વામી ફાગુ'. મેરુનંદનવૃત ‘જીરાપલ્લી પાર્શ્વનાથ ફાગુ', “સમુધરકૃત નેમિનાથ ફાગુ', પવકૃત નેમિનાથ ફાગુ' કોઈ અજ્ઞાત કવિકૃત પુરુષોત્તમ પાંચ પાંડવગુ'. કોઈ અજ્ઞાત કવિકૃત “ભરતેશ્વર ચક્રવર્તી ફુગુ, સમરકૃત નેમિનાથ ફાગુ, સોમસુંદરસૂરિકૃત ‘રંગસાગર નેમિફાગુ, માણિજ્યચંદ્રસૂરિકૃત નેમીશ્વરચરિતફાગુ, ધનદેવગણિકૃત સુરંગાભિધ નેમિફાગ' ઇત્યાદિને ગણાવી
શકાય.
બારમાસી એ એક પ્રકારનું ઋતુકાવ્ય છે. એમાં બદલાતી જતી તુ પ્રમાણે પ્રત્યેક માસના વર્ણન સાથે નાયક અથવા નાયિકાની વિરહાવસ્થાનું વર્ણન કરવામાં આવે છે. એ વર્ણન ઘણુંખરું નાયક કે નાયિકાના મુખે કરાવવામાં આવ્યું હોય છે. એથી એ વિપ્રલંભ શૃંગારનું કાવ્ય બને છે. પરંતુ સામાન્ય રીતે આ પ્રકારનાં કાવ્યોમાં અંતે નાયક-નાયિકાનું સુભગ મિલન વર્ણવવામાં આવે છે.
૭૬
સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org