________________
વસંતવિહાર વર્ણવવામાં આવ્યો હોય તે ફાગુકાવ્ય. આમ ફાગુને ઋતુકાવ્યના એક પ્રકાર તરીકે ગણી શકાય. જોકે સ્વરૂપની દૃષ્ટિએ એ રાસના પ્રકારને મળતો પ્રકાર છે, પરંતુ રાસ કરતાં ફાગુમાં કથાનો અંશ ઘણો ઓછો હોય છે અને ઊર્મિતત્ત્વનું નિરૂપણ એમાં સવિશેષ થયેલું હોય છે.
ફાગુમાં વસંતઋતુનું વર્ણન હોય છે અને શૃંગા૨૨સના નિરૂપણ માટે વસંતઋતુ વધુ અનુકૂળ હોય છે. એથી ફાગુકાવ્યોમાં સ્થાયી ભાવ ‘રતિ’ના ઉદ્દીપન વિભાવની સામગ્રી તરીકે સુવાસિત મલયાનિલ, સુંદર વનરાજ, રંગબેરંગી પુષ્પો, કોયલના ટહુકાર, ભમરાઓનું ગુંજન, સરોવર અને જલક્રીડા, લતામંડપો ઇત્યાદિનું નિરૂપણ થયેલું હોય છે.
મધ્યકાલમાં રાસની જેમ ફાગુઓ પણ ગવાતા અને રમાતા.
પ્રાચીન ગુજરાતી ફાગુકૃતિઓમાં અત્યારસુધીમાં મળી આવેલી સૌથી જૂની કૃતિ તે ઈ. સ. ૧૨૮૫ની આસપાસ રચાયેલી ‘જિનચંદ્રસૂરિક્ષગુ' છે. ખરતરગચ્છના આચાર્ય જિનચંદ્રસૂરિના જીવનના કેટલાક પ્રસંગોનું, વિશેષતઃ એમને અક્ષયતૃતીયાને દિવસે આચાર્યની પદવી અપાઈ તે પ્રસંગનું, આલંકારિક રીતે આ ફાગુમાં નિરૂપણ થયું છે. આ ફાગુના કર્તાનું નામ જાણવા મળતું નથી, પણ જિનચંદ્રસૂરિના કોઈ શિષ્યની જ આ રચના હોવાનો સંભવ છે.
આરંભકાળનું એક અત્યંત મહત્ત્વનું ફાઝુકાવ્ય તે જિનપદ્મસૂરિએ લખેલું ‘સિથૂિલિભદ્રાગુ’ છે. એનો રચનાકાળ નિશ્ચિતપણે જાણવા મળતો નથી. પરંતુ જિનપદ્મસૂરિને ઈ. સ. ૧૩૩૪માં આચાર્યપદવી મળી તે પછીના અને ઈ. સ. ૧૩૩૪માં તેઓ કાળધર્મ પામ્યા તે પહેલાંના ગાળામાં આ કૃતિની રચના થયેલી
છે.
આ ફાગુ દોહરા અને રોળાની બધી મળીને ૨૭ કડીમાં લખાયેલું છે. કવિએ કાવ્યને સાત નાનકડા ભાગમાં વિભક્ત કર્યું છે, અને દરેક ભાગને ‘ભાસ’ નામ આપ્યું છે. કાવ્યના નાયક સાધુ સ્થૂલિભદ્ર કોશા નામની વેશ્યાને ત્યાં ચાતુર્માસ રહેવા માટે આવીને ઊભા રહે છે એ પ્રસંગથી ફાગુની શરૂઆત થાય છે.
સ્થૂલિભદ્ર એક મહાન જૈન સાધુ ગણાય છે. ભગવાન મહાવીર અને એમના મુખ્ય શિષ્ય ગૌતમ સ્વામીની સાથે સ્થૂલિભદ્રને પણ પ્રાતઃસ્મરણીય ગણવામાં આવ્યા છે. સાધુ સ્થૂલિભદ્ર પૂર્વાશ્રમમાં પાટલીપુત્રના રાજા નંદના મંત્રી શકટાલના પુત્ર હતા, પાટલિપુત્રમાં રહેતી કોશા નામની એક સુપ્રસિદ્ધ ગણિકાના પ્રેમમાં તેઓ હતા, અને એના ઘરમાં જ તેઓ રહેતા હતા. એ પ્રમાણે સતત બાર વર્ષ તેઓ ત્યાં રહ્યા. સ્થૂલિભદ્રના નાના ભાઈ શ્રીયકે રાજકારણની ખટપટમાં પોતાના જ પિતા શકટાલનું
૭૪ * સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org