________________
વિલક્ષણ કૃતિ છે, કારણ કે એમાં મહાભારતની અને જૈન પરંપરાની કથાના સમન્વયનો પ્રયાસ થયો છે. દશ સ્કંધના ૯૯ સર્ગના ૪૦૫૦ શ્લોકમાં લખાયેલા આ મહાકાવ્યને કવિ નયસુંદરે સોળ પ્રસ્તાવની લગભગ ૨૪૦૦ કડીમાં ઉતાર્યું છે. એથી દેખીતી રીતે જ મૂળ કૃતિના શબ્દશઃ અનુવાદને આ રાસમાં અવકાશ નથી. કેટલેક સ્થળે નયસુંદરે મૂળના પ્રસંગ જતા કર્યા છે, તો કેટલેક સ્થળે કલ્પનાનો વિસ્તાર કર્યો છે, તો કોઈક સ્થળે પોતાની કલ્પના પ્રમાણે ઉમેરા પણ કર્યા છે. દા.ત. “નલાયન’ મહાકાવ્યમાં કોઈ એક પથિક નળરાજા પાસે આવી દડાકારશ્યની ઉત્પત્તિની વાત કરે છે, પરંતુ નયસુંદરે એ પ્રસંગ છોડી દીધો છે. નળની વિરહાવસ્થાનું વર્ણન “નલાયન’કારે આ સ્થળે એક શ્લોકમાં પતંગિયું. ભમરો, હાથી વગેરેનાં ઉદાહરણ આપી કર્યું છે, તો નયસુંદરે તે માટે આઠ કડી પ્રયોજી છે, જુઓ –
એ મદન રંગે મોહિયા, પ્રાણી ત્યજે નિજ પ્રાણ, જે પંડિતા ગુણમંડિતા ક્ષણ થાય તેહ અજાણ, પડતાં રે અમદાજાળમાં જળતંતુ ને શિંગાળા, અતિ પીવરા જે ધીવરા, તેવું પડે તતકાળ, ઇદ્રિ એકેકી મોકળે, પ્રાણી લહે દુઃખ દેખિ, આલાન બંધનિ જગ પડ્યો, લોલુપી સપર્શ વિશેષ.
ઇમ એક આચય, વિષય દેય પંચત્વ, 'પાંચે પરગટ પરવશે, કિમ સુખે રહેશો સત્ત્વ.
હંસ નળની કીર્તિનું વર્ણન કરે છે તે પ્રસંગનું નિરૂપણ કરતાં કવિ નયસુંદર પોતાની કલ્પના પ્રમાણે ઉમેરો કરે છે. બારેક કડીમાં કરેલા એ વર્ણનમાંથી થોડીક પંક્તિ જુઓ :
તવ કરતિ કન્યા જગમાંહી, રાજન ખેલ કરે ઉચ્છહિ, ક્રીડા ભૂમિ હિમાચલ કર્યા, પૂર્ણચન્દ્ર કંદુક કર ધર્યા, ખડોબલિ ખીરોધાદિ તાસ, શિક્યા દિગ્ગજ દંતનિવાસ,
ઓઢણિ સુરગંગા શશિમુખી, ગોદેવી તેહની પ્રિય સખી. એ જ હંસ દમયંતી આગળ નળની કીર્તિની પ્રશંસા કરે છે તે પ્રસંગના નિરૂપણમાં કવિની ઉચ્ચ કવિત્વશક્તિની આપણને પ્રતીતિ થાય છે -
નિર્મળ નળ-કીરતિની તુલા નાવિ શશિ સંપૂરણ કલા તે ભણી મૃગ કલંક સો વહી, એ ઉપમા કારણ કવિ કહિ, નલનૃપ શત્રુતણા આવાસ, પડ્યા ભૂમિ તેણે ઉગ્યા ઘાસ, તે ચરિવા મૃગ આવે સોઈ, તો શશિ નલકરતિ સમ હોય.
૬૦ - સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org