________________
માર-ઢોલાની ચોપાઈ – આ કૃતિની રચના કવિ કુશળલાભે જેસલમેરમાં કરી હતી. “માધવાનલકામકંદલા ચોપાઈની રચના એમણે જેસલમેરના માલદેવના પાટવીકુંવર રાજા હરિરાજના કુતૂહલ અર્થે કરી હતી તે જ રીતે જેસલમેરમાં જ તે પછીના વર્ષે, ઈ.સ. ૧૫૬૧માં હરિરાજની વિનંતીથી “મારુ-ઢોલાની ચોપાઈની રચના કરી હતી. માધવાનલ ચોપાઈની કથાની જેમ મારુ-ઢોલાની કથા પણ કવિએ લોકકથામાંથી લીધેલી છે. રાજસ્થાનમાં મારુઢોલાની કથા એ સમયે વિશેષ લોકપ્રિય હતી. દુહા અને ચોપાઈની કડીઓમાં રચાયેલી આ કૃતિમાં વચ્ચે વચ્ચે ‘વાતમાં, ગદ્યકંડિકાઓ આપવામાં આવી છે, જે પૂર્વકાલીન રાસાઓમાંના “વસ્તુની કડિકાઓ કરતાં મોટી છે. પુંગલ નગરીના રાજા પિંગલ અને એની રાણી ઉમાદેવડીની પુત્રી મારુવણીનાં નાની ઉંમરમાં લગ્ન નલવરગઢના રાજાના પુત્ર સાલ્પકુમાર સાથે થાય છે. સાકુમારને એની માતા ઢોલા’ કહીને બોલાવે છે. ઢોલો મોટો થાય છે, પરંતુ મારુવણી હજુ નાની હોવાથી એનાં માતાપિતા એને સાસરે મોકલતાં નથી. દરમ્યાન ઢોલો માલવણી નામની બીજી કન્યાને પરણે છે. મારુવણી યૌવનમાં આવતાં ઢોલા માટે ઝૂરે છે અને સંદેશાઓ મોકલાવે છે, પરંતુ માલવણી એ સંદાશાઓ ઢોલાને મળતા અટકાવે છે. છેવટે ઢોલાને સંદેશો મળે છે. તે મારુવણીના નગરમાં જાય છે અને એને મળે છે. પાછા ફરતાં મારુવણીને સાપ કરડે છે. પરંતુ કોઈ યોગી એને સજીવન કરે છે. આમ છેવટે ઢોલો મારવણી અને માલવણી બંને સાથે સંપથી રહે છે અને સુખ ભોગવે છે. કવિએ સાતસો ગાથા પ્રમાણે આ કૃતિમાં શૃંગાર અને અદ્દભુત રસથી સભર કથાનું નિરૂપણ કર્યું છે. કવિએ કથાનું સમાપન લોકકથામાં આવે છે તે જ રીતે કર્યું છે, એટલે કે ધર્મોપદેશની દષ્ટિથી એને લંબાવી નથી અને ઢોલા-મારુને દીક્ષા લેતાં બતાવ્યાં નથી. હરકલશ
ખરતર ગચ્છના દેવતિલક ઉપાધ્યાયના શિષ્ય હર્ષપ્રભના શિષ્ય હીરકલશ ઈ.સ. ના સોળમા શતકના ઉત્તરાર્ધ અને સત્તરમા શતકના પૂર્વાર્ધમાં વિદ્યમાન હતા. તેઓનો વિહાર ઘણુંખરું રાજસ્થાન તરફ રહેલો હતો, એમ એમની કૃતિઓનાં રચનાસ્થળ જોતાં જણાય છે. એમણે ઈ.સ. ૧૫૫૮માં નાગોરનગરમાં, ‘આરાધના ચોપાઈ', ઈ.સ. ૧૫૬૦માં “અઢાર નાતરાંની સઝાય', ઈ.સ. ૧૫૬ ૧માં કનકપુરીમાં કુમતિવિધ્વંસન ચોપાઈ', ઈ.સ. ૧૫૬ ૨માં બિકાનેરમાં “મુનિપતિચરિત્ર ચોપાઈ', ઈ.સ. ૧૫૬ ૬માં રાજલદેસરમાં “સુપન સઝાય”, ઈ.સ. ૧૫૬ ૮માં સવાલખ દેશમાં “સમ્યકત્વ કૌમુદી રાસ,” ઈ.સ. ૧૫૭૬માં વાસડે નગરમાં જંબૂચોપાઈ', ઈ.સ. ૧૫૮૭માં બિકાનેરમાં “જીભદાંત સંવાદ આટલી કૃતિઓની રચના કરેલી મળે છે,
પ૮ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org