________________
અથ શ્રી ચંદ્રમાના ઘરની દિશાઓ તથા ફળ વિ. (૪૫ ) अथ श्री चंद्रमाना घरनी दीशाओ विषे. मेषे च सिंहे धन पूर्व भागे ॥ वृषे च कन्या मकरे च याम्यां॥ मिथुने च तुले कुंभ पश्चिमायां । कर्के च माने अलि उत्तरायां ॥२८॥
ભાવાર્થ –મેષ, સીંહ તથા ધન રાશીને ચંદ્રમા હોય ત્યારે પુર્વ દીશામાં ચંદ્રમાનું ઘર જાણવું; વરખ, કન્યા તથા મકર રાશીને ચંદ્રમા હોય ત્યારે દક્ષિણ દીશામાં ચંદ્રમાનું ઘર જાણવું, મીથુન, તુલા, તથા કુંભ રાશીને ચંદ્રમાં હોય ત્યારે પશ્ચિમ દિશામાં ચંદ્રમાનું ઘર જાણવું; ને કર્ક, મીન તથા વૃશ્ચક રાશીને ચંદ્રમા હોય ત્યારે ઉત્તર દિશામાં ચંદ્રમાનું ઘર જાણવું.
अथ श्री चंद्रमाना फळ विषे सन्मुखो अर्थ लाभाय । पृष्टतोपि धनं हरेत् ॥ दक्षिणे सुख सोभाग्यं । वामे चंद्रे धन क्षयं ॥२९॥
ભાવાર્થ-સન્મુખ ચંદ્રમાનું ઘર હોય તો ધન લાભ કરે, પાછળ ચંદ્રમાનું ઘર હોય તે ધનની હાની કરે તથા મૃત્યુ કરે, ડાબા હાથ ભણી ચંદ્રમાનું ઘર હોય તે ધનને ક્ષય કરે અને જમણા હાથ ભણી ચંદ્રમાનું ઘર હોય તે સુખ સંપત્તિ આપે. ૨૯
अथ श्री त्रीपूष्कर तथा यमल योग विषे. रविमंद भौमवारे । भद्रा तिथीषु त्रिपादके धिने ॥ योगः त्रिपुष्कराख्यो। द्विपादको यमल नामानि॥३०॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org