________________
પ્રિય વાચકવર્ગ! આ પુસ્તક કાળજીપૂર્વક જેમ જેમ વાંચશે તેમ તેમ આપને માલમ પડશે, કે તિષ શી ચીજ છે, અને એમાં શું ખુબી રહી છે ! ગ્રંથકર્તાની મહેનત અને વિદ્વતા તરફ નજર કરતાં આપણે આ શ્રર્ય પામ્યા વગર રહીશું નહીં; પણ એટલું તો જરૂર યાદ રાખવું જોઈશે કે વાચકવર્ગને જ્યોતીષને કાંઈક શેખ અને અભ્યાસની જરૂર તો પડશે જ. ગ્રંથકર્તાના જીવનચરીત્ર વિષે કેટલીક તજવીજ કરતાં જોઈએ તેવી હકીકત મળી શકી નહીં જેથી લખવાનું મુલતવી રાખ્યું છે, પણ વિદ્વાને તરફથી ખાત્રીપૂર્વક જીવનચરીત્ર અમને મળશે તો બીજી આવૃત્તિમાં દાખલ કરવામાં આવશે.
આ ગ્રંથનાં બે ભાગ રાખવામાં આવ્યા છે, તેમાં એક મુહુર્ત વિષે અને બીજે ગણુત કુંડળી વિષે છે. શ્રીમાન નરચંદ્ર આચાર્યે આ બે ભાગમાં
તીષના ઘણું ગ્રંથનો સમાવેશ કર્યો છે, અને ગ્રંથનું નામ પણ તેમના નામથીજ રાખ્યું જણાય છે. એ બે ભાગ સિવાય પણ, સૂત્રોને આધારે, કેટલીક જાણવાજોગ બિના સંક્ષેપમાં છેવટ દાખલ કરવામાં આવેલ છે. તેમાં લકીક અને લકત્તર એમ બે ભાગ દેખાડ્યા છે. તે સીવાય કેટલીક બિના જુના લખાણ ઉપરથી તેમજ કેટલીક બિના અનુભવીઓને મુખેથી જેવી સાંભળી તેવી તેમાં દાખલ કરી છે. તેમાં કઈ જગ્યાએ લખાણુદેષ, છાપ દેષ, અને દૃષ્ટિદેષથી રહેલી ભુલો વાચકવર્ગની નજરે દેખાય તે સુધારી વાંચવા તરદી લેશે, અને મેહેરબાની કરી અમને લખી જણાવશો તો બીજી આવૃત્તિમાં બનતે ફેરફાર કરી શકાશે.
આ પુસ્તકના પ્રફ સુધારવામાં લિંબડી નિવાસી (હાલ અમદાવાદ) સંધવી વાડીલાલ કાકુભાઈએ તન-મનથી જે મહેનત લીધી છે તે માટે અમે તેમને અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ, અને અમારી ખાત્રી આપીએ છીએ, કે તેઓ પ્રફ સુધારવાનું કામ બહુજ સતેષકારક રીતે બજાવે છે દેશાવરથી પુસ્તક છપાવનારે પ્રફ સુધરાવવાનું કામ તેમની મારફત કરાવવા અમે આગ્રહપૂર્વક ભલામણ કરીએ છીએ. આ પુસ્તકનું ગુજરાતી લખાણ તૈયાર કરાવવામાં શા. નાગરદાસ લધુભાઈએ જે મહેનત લીધી છે તેને માટે અમે તેમનો આભાર માનીએ છીએ.
લી. હું છું, ચાર તીર્થને દાસ,
૨. મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org