________________
અથ શ્રી બાર પ્રકારના ચંદ્રમાના ફલનો વિચાર ( ૨૧ ). ભાવાર્થ –ઉપરના યંત્રની સમજ એવી છે કે આગળ નક્ષત્રના પાયાના અક્ષર દેખાડેલા છે, તેવી જ રીતે આ બાર રાશી સાથે અક્ષરોની સમજુતી આપી છે. તે એવી રીતે કે, એક રાશી સવા બે દિવસ સુધી રહે ત્યારે સવા બે નક્ષત્ર પણ રહે ત્યારે એક એક નક્ષત્રના ચાર ચાર પાયા હોય છે. માટે સવા બે દિવસના નવ પાયા થયા. તે નવ પાયાના નવ અક્ષર તેની લાઈનમાં દેખાડેલા છે. તે નવ અક્ષર પ્રમાણે માસણનું નામ જોડવામાં આવે તે જ સાચું નામ સમજવું. તે બાબત આગળ જણાવેલ છે તેમ અત્રે નવ પાયામાં નવ અક્ષરનું ગણી લેવું. વળી એ પ્રમાણે ચંદ્રમા રાશી ભોગવે છે તથા સર્વે ગ્રહ એજ પ્રમાણે સમજવા.
अथ श्री बार प्रकारना चंद्रमानां फलनो
विचार. जन्मस्थे कुरुते पुष्टिं । द्वितिये नास्ति निर्वृति॥ तृतीये राज सन्माना । चतुर्थे कलहागमं ॥५०॥ पंचमे अर्थ परिभ्रंस । षष्टे धान्य धनागम॥ सप्तमे राज्य पूजा च । अष्टमे प्राण संशय ॥५१॥ नवमे कार्य हानिश्च । सिद्धिश्च दशमे भवेत् ॥ एकादशेजयो नित्यं । द्वादशे मृत्युमादिशेत् ॥५२॥ जन्मत्रिषट् सप्तम । दशमेकादश गतः सदा शुभदः ॥ शूक्ते द्विपंचम नवमे । स्थितोपिनिजराशितचंद्रः॥५३॥ वेदाष्ट द्वादशे क्रश्ने । शुक्ले द्वि नव पंचमे ॥ यथा रक्षेत् शतं माता । स्तथा रक्षति चंद्रमा ॥५४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org