________________
( ૨૦૮ ) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ૧૧. ઈશાન, ૧૨. ત્વષ્ટા, ૧૩ ભાવિતાત્મા ૧૪, વૈશ્રમણ, ૧૫, વારણ, ૧૬. આનંદ, ૧૭. વિજય, ૧૮. વિશન, ૧૯. પ્રજાપત્ય, ૨૦. ઉપશમ, ૨૧. ગાંધર્વ, ૨૨. અગ્નિ વૈશ્ય, ૨૩. શત વૃશભ, ૨૪. આતપવાન, ૨૫. અમમ, ૨૬. ઊણવાન, ૨૭. ભામ, ૨૮. વૃષભ, ૨૯. સર્વાર્થ, અને ૩૦, રાક્ષસ.
હવે અગીઆર કરણનાં નામ કહે છે --1, બર, ૨, બાલવ, ૩. કાલવ, ૪. સ્તિમિત લેચન, ૫. ગરદી, ૬. વણજ, ૭. વિછી, ૮. શકુની, ૯. ચતુષ્પદ, ૧૦. નાગ, અને ૧૧ કસ્તુ%. તેમાં પ્રથમના સાત કરણ ચર, અને છેલ્લાં ચાર કરણ સ્થિર છે.
શુકલ પક્ષની એકમની રાત્રે બવ કરણ હોય, બીજને દિવસે બાલવ કરણ હોય, અને રાત્રે લવ કરણ હોય; એમ તીથીના દીવસ રાત્રીને કરણ એક પછી એક લેતાં–મુકતાં જાવત્ પુનમના દીવસે વીછી અને રાત્રે બવ કરણ આવે. કૃષ્ણપક્ષનાં પડવાને દીવસે બાલવ અને રાત્રે કેલવ કરણ આવે. એમ દીવસ રાત્રીનાં અનુક્રમે કરણ લેતાં–મુકતાં જાવત્ ચાદશને દીવસે વણી અને રાત્રે શકુની કરણ આવે; અમાવાસ્યાને દીવસે ચતુષ્પદ અને રાત્રે નાગ કરણ આવે. શુકલપક્ષના પડવાના દીવસે કસ્તુન ચર કરણ બદલાય અને સ્થિર કરણ હંમેશાં તેજ તીથી એ આવે.
ઉપર કહેલી બીનાઓમાં મુખ્ય કેણ છે, તે કહે છે – સંવત્સરમાં મુખ્ય ચંદ્ર સંવત્સર, આયનમાં મુખ્ય દક્ષીણાયન, ઋતુમાં મુખ્ય પ્રવૃ, માસમાં મુખ્ય શ્રાવણ, પક્ષમાં મુખ્ય કૃષ્ણ પક્ષ, અહોરાત્રીમાં મુખ્ય દીવસ, મુહૂર્તમાં મુખ્ય રેદ્ર, કરણમાં મુખ્ય બાલવ અને નક્ષેત્રમાં મુખ્ય અભીજીત.
- હવે એક યુગના પાંચ સંવત્સર, દશ આયન, ત્રીશ ઋતુ, સાઠ માસ, એકસ વીસ પક્ષ, એક હજાર આઠસેં ને ત્રીશ અહેરાત્રી, અને ચેપન હજાર નવ મુહર્ત થાય; એ સવે એક યુગના જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org