________________
( ૨૦૬ )
શ્રી નરચંદ્ર જન જોતિષ. આદિત્ય, ૫. અભીવન. નક્ષત્ર સરખાં આવે એટલે જે વખતે જે નક્ષત્રને ચંદ્રમા સાથે જોગ જેડ જોઈએ તે નક્ષત્ર જેગ જે. જેમકે, કાર્તકી પુનમે કૃતિકા, માગશરની પુનમે મૃગશર, પષે પુષ્ય, મહાએ મઘા, ફાગણે ઉત્તરાફાલ્ગણી, ચિતરે ચિત્રા, વિશાખે વિશાખા, જેઠે જેષ્ટા, અષાડે ઉત્તરાષાઢા, શ્રાવણે શ્રવણ, ભાદરવે ઉત્તરાભાદ્રપદ, અને આસોએ અશ્વની; એ પ્રમાણે માસને નામે નક્ષત્ર આવે તે સમ નક્ષત્ર કહીએ; તથા સમ ઋતુ સરખી પરીણમે એટલે ટાઢ વખતે ટાઢ, તાપ વખતે તાપ, વરસાદ વખતે વરસાદ હોય તેને નક્ષત્ર સંવત્સર કહીએ.
હવે બીએ ચંદ્ર સંવત્સર કહે છે. ઉપર કહ્યું તેથી વિપરીત (બીજી રીતે) હોય; જેમકે, પુનમે ચંદ્રમા સાથે, તે પુનામના નામ પ્રમાણે નક્ષત્ર ન હોય, પણ બીજું હોય; તથા તાપ ઘણે, ટાઢ ઘણ, ઘામ ઘણે, વરસાદ ઘણે વરસે તેને ચંદ્ર સંવત્સર કહીએ.
હવે ત્રીજો તુ સંવત્સર કહે છે. વનસ્પતિના પ્રવાળ વીશમ રીતે પરીણમે 2હતુ વિના ફળપુલ આપે; વરસાદ સરખી રીતે ન વરસે તેને ઋતુ તથા કર્મ સંવત્સર કહીએ.
હવે ચોથે આદિત્ય સંવત્સર કહે છે. તે છેડા વરસાદે કરી પૃથ્વિ, પાણી, ફળકુલને રસ આપે, સમ્યક્ પ્રકારે ધાન્ય નીપજે; તે આદિત્ય સંવત્સર કહીએ.
હવે પાંચમો અભીવન સંવત્સર કહે છે. સૂર્યના તાપે કરી તપ્યા થકા ક્ષણ, લવ, દિવસ, ઋતુ, પરીણમે, અને નીચાં સ્થાનક જળે કરી ભરાય; તેને અભીવર્ધન સંવત્સર કહીએ એ ત્રીજે પ્રમાણ તથા થે લક્ષણ સંવત્સર જાણ.
* હવે પાંચમે શનિશ્ચર સંવત્સર કહે છે. અભિજીતાદિ ૨૮ નક્ષત્રને શનિશ્ચર મહા ગ્રહ ૩૦ વર્ષે ભોગવી લે તેને શનિશ્ચર સંવત્સર કહીએ. એ સંવત્સર અઠ્ઠાવીશ પ્રકારના. તે અભિજીત, શ્રવણ, ધનિણ, જાવત ઉત્તરાષાઢા; એ અઠ્ઠાવીશ પ્રકાર જાણવા. એ સંવત્સરના બાર માસ તેના બે પ્રકાર છે. તે લાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org