________________
અથ શ્રી ધ્રુવ ચક્ર વિચાર. * ( ૨૧ ) ભાવાર્થ-ધ્રુવ ચક્ર દિક્ષા, પ્રતિષ્ઠાન અને વજા રેપણના મુહૂર્તમાં જેવું, અને તે દવજાકાર ચક્રમાં સ્વાતિ નક્ષત્રથી લઈને ફળ વિચારવું.
કૃતિકા નક્ષત્રથી આઠ નક્ષત્ર એટલે મઘા સુધી, અને મઘાથી આઠ નક્ષત્ર અનુરાધા સુધી, અને અનુરાધાથી આઠ નક્ષત્ર સતભિષા સુધી, એમ ગણતાં ઉત્તમ, મધ્યમ, સમજવા. એટલે પ્રથમ આઠ ઉત્તમ, બીજા આઠ મધ્યમ, એમ અનુક્રમે સમજવા, ને સ્થિર લગ્ન લેવા.
હવે છાયા લગ્ન કહે છે–શનિ, શુક્ર, અને સોમવારના દિવસે પિતાના શરીરની છાયા ભરતાં ૮ પગલાં છાયા થાય તે વખતે શુભ કાર્ય કરવું, તે છાયા લગ્ન કહેવાય છે, અને બુધવારે ૮ પગ, મંગળ અને ગુરૂવારે ૭ પગ, રવીવારે ૧૧ પગ છાયા થાય તે વખતે શુભ કામ કરવું. તે છાયા લગ્ન શુદ્ધિ હોય તે તીથી, વાર, નક્ષત્ર, ભદ્રા, કઈ પણ દેષને જોવા કારણ નથી.
હવે બુધ પંચક કહે છે–સંક્રાંતિના અંશને પાંચ જગ્યાએ લખવા, પછી એક જગ્યાએ ૩૫થી -ગુણવા, બીજી જગ્યાએ ૧૨થી, ૩જી જગ્યાએ ૧૦થી, કથી જગ્યાએ ૮થી, ૫મી જગ્યાએ ૭થી ગુણવા અને તે ભાગ દે (પાંચ જગ્યાએ), તેમાં શેષ પ જે જગ્યાએ રહે તે બુધ પંચક સમજ. તે શુભ કામમાં કલેશ કરે.
૧લી જગ્યાએ પાંચ રહે તેને ક્લહ બાણ, ૨જી જગ્યાએ પાંચ રહે તેને અગ્નિ બાણ, ૩જી જગ્યાએ પાંચ રહે તેને ૫ બાણુ, કથી જગ્યાએ પાંચ રહે તેને ચાર ભાણુ, અને પમી જગ્યાએ પાંચ રહે તેને મૃત્યુ બાણ કહે છે. તે બુધ પંચક વિવાહ, પ્રતિષ્ઠા, અને દિક્ષામાં વર્જ કરે.
ઉપર કહેલા દોષને વર્જ કરીને, શુદ્ધ લગ્ન લેઈને, શાસ્ત્ર દેશાનુસાર શુકન બલ લેઈને શુભ કામ કરે તેને કોઈ કારે લફિમ ક્ષિણ થાય નહીં, સદા સર્વદા તેને ત્યાં લક્ષ્મિ નિવાસ કરે. વિશેષ નીચેના યંત્રથી જાણવું. ૧૯-૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org