________________
અથ શ્રી સૂર્યદગ્ધ તીથી વિષે. कष्टंक्षौरंबरेदौस्थ्य । गृहप्रवेशेशून्यतं ॥ आयुधेमरणंयात्रा । क्रष्युद्धाहो निरर्थका ॥१३॥
ભાવાર્થ—અમાસ, આઠમ, છઠ, બારસ, વધેલી તીથી તથા સુર્યને ન દેખે તે તીથી તથા રીક્તા તીથી એટલે ૪, ૯, ૧૪, તથા ચંદ્રદગ્ધા તીથી તથા સુર્યદગ્ધા તીથી તથા એક વાર ત્રણ તીથીને ભોગવે તે દીવસ તથા એક તીથી ત્રણ દીવસ ભેગવે તે એ સવે શુભ કામમાં વર્જવી. વળી વિશેષમાં તેનું ફળ કહે છે કે, ઘટી તીથીમાં તથા વધેલી તીથીમાં જે બાળકનું પ્રથમ મુંડન કરાવે તે મૃત્યુ થાય તથા નવા ઘરમાં પ્રવેશ કરે છે તે ઘર શન્ય થાય તથા નવું હથીયાર બાંધે તે મૃત્યુ પામે, જાત્રાએ જાય તે નીષ્ફળ થાય, ખેતી કરે તે નીપજે નહીં, વિવાહ કરે તે વીન થાય; માટે તે તીથીમાં મુક્ત કામ ન કરવા. તે તીથીઓ ત્યાગ કરવા યોગ્ય છે. • ૧૧-૧૨-૧૩. છે
. अथ श्री सूर्यदग्धा तीथी विषे. द्वितियाधनमीनेषु । चतुर्थीवृषकुंभयो । मेषकर्कटयोःषष्टि । कंन्यामिथुनचाष्टमि ॥१४॥
શનિવૃશ્ચિસિદે દ્વામિનરેનુચ્છે છે : तिथयो अर्कदग्धाश्च । सर्वकार्यविवर्जिता ॥१५॥
ભાવાર્થ –ધનરાશી તથા મીનરાશીની સંક્રાંતીમાં બીજ તીથી દગ્ધા કહેવાય, વૃષભ રાશી તથા કુંભ રાશીની સંક્રાંતીમાં થ દગ્ધા તીથી જાણવી, મેષ રાશી તથા કરક રાશીની સંક્રાંતીમાં છઠ્ઠ દગ્ધા તીથી જાણવી. કન્યા રાશી તથા મીથુન રાશીની સંક્રાંતીમાં આઠમ દગ્ધા તીથી જાણવી, વૃશ્ચિક રાશી તથા સિંહ રાશીની સંક્રાંતીમાં દશમ દગ્ધા તીથી જાણવી, મકર રાશી તથા તુલા રાશીની સંક્રાંતીમાં બારશ દગ્ધા તીથી જાણવી. એ તીથીઓ સવે શુભ કામમાં ત્યાગ કરવી. ૧૪-૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org