________________
( ૧૫૦ ) શ્રી નરચંદ્ર જૈન તિષ ભાગ ૨ જે.
ભાવાર્થ એક રેખા ઉપર સિમ્ય ગ્રહ તથા પાપ ગ્રહ હોય તે ધનની હાની કરે, ત્રણ ગ્રહ એક રેખા ઉપર હોય તે કલેશની પ્રાણી કરે, તે ગ્રહની ચાર રેખા હોય તે સમતા ફળ આપે, પાંચ રેખા હોય તે સુખ આપે, છ રેખા હોય તે ધન પ્રાણી કરે, સાત રેખા હેાય તે પરમ આનંદ આપે, અને આઠ રેખા હોય તે સર્વ કામ સિદ્ધ કરે.
જે ગ્રહની રેખા ત્રણ સુધી હેય તે હીન જાણવી અને અધીક હોય તે શુભ ફળ આપવાવાળી છે. એ પ્રકારનું ફળ અષ્ટ વર્ગમાં જવાથી જણાશે.
ઉપરની સર્વ રેખાને મેળાપ કરવાથી જે ૭, ૧૦, ૮ સંખ્યા આવે તે ધનને ક્ષય કરે; ૧૯ આવે તે બેટી બુદ્ધિ કરે, બાંધવામાં પીડા કરે; ૨૧ હેય તે કલેશ કરાવે, ૨૨ હોય તે દીનતા, ફળની નાસ્તિ કરાવે; ૨૩ હોય તે દ્રવ્યને નાશ કરાવે; ચોવીસ હોય તે દુશ્મનાઈ કરાવે; ૨૫ હોય તે હાથમાં આવેલ પિતાના ધનને નાશ કરાવે; ૨૭ હોય તે સમતા ફળ આપે; ૨૮ હેાય તે ધનની પ્રાપ્તિ કરે, ૨૯ હેય તે મંદવાડ કરાવે; ૩૧ હેય તે શુભ કામમાં ખર્ચ કરાવે, મનુષ્યમાં અધિકપણું પામે.
શન્ય રેખા કરતાં અધિક રેખા હોય તે તેનું ફળ સારૂં છે. રેખા કરતાં શૂન્ય અધિક હોય તે માઠું ફળ સમજવું. વિશેષ રેખા તથા શૂન્ય યંત્રમાં જુઓ. (આ રેખા વિષયમાં ગ્રંથકર્તાએ એવી બારીકતા દેખાય છે જેથી વાંચનાર અકળાયા વિના રહે નહિ પણ તેને કાંઈક સારાંશ દેખાવ મુળ બ્લેક અને યંત્ર અમેએ મુક્યા છે. વિશેષ વિદ્વાનને પુછીને વાકેફ થવું). ૫ ૩૭-૬૧ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org