________________
૮૩
સમજવા, તેમાં સ્થવિરાના માર્ગ અનિકટ-એટલે દૂર અને જિન કલ્પીના માર્ગ નિકટ એટલે સમીપ જાણવા, તેમાં અગીતાર્થ એવા જિનકલ્પી હાય છે તે ચારિત્રરૂપ પયની રક્ષા કરી શક્તા નથી તેથી તેને નિવૃત્તિ જે મેાક્ષ તે દુષ્પ્રાપ્ય છે; અને ધીમે ધીમે ચાલનારા પણ ચારિત્રરૂપી ક્ષીરની રક્ષા કરવાવાળા સ્થવિરકલ્પી મુનિ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. કૃતિ તૃતીય દૃષ્ટાંત.
૪ હવે વારણા-અકાર્યને વારવું, તે એ પ્રકારે છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત. પ્રમાદને વારવા તે પ્રશસ્ત વારણા અને સંચસાહિકને વારવા તે અપ્રશસ્ત વારણા, પ્રતિક્રમણ પણુ અશુભ ચાગને વારવા માટે જ છે. તેથી આનું પ્રતિક્રમણ પર્યાયપણું સ્ફુટ જ છે. વારણાને વિષે વિષ લેાજન તડાકનું દ્રષ્ટાંત છે તે આ પ્રમાણેઃ
એક નગરના રાજાએ પરરાજ્યના લશ્કરનું આગમન જાણીને પાતાના દરેક ગામને વિષે ભક્ષ વસ્તુ માત્રમાં, ભેાજનમાં, મીઠાં પાણીમાં, વૃક્ષમાં, પુષ્પમાં, ફળાદિક સર્વે ચીજોમાં વિષની ચેાજના કરી દીધી. આવનારા રાજાએ પણ સર્વ વસ્તુ વિષમિશ્રિત થઇ ગયાનું જાણ્યું; એટલે તેણે પેાતાના લશ્કરમાં ઘોષણા કરી કે “આ ભક્ષલેાજન અને મિષ્ટ જળ તથા મૂળાદિકને ખાશે તે મરણ પામશે અને દૂરથી લાવીને જેવું તેવું લેાજન કરશે તથા ખારું પાણી પીશે તે ખશે, માટે એ પ્રમાણે કરવું.” આવી ઉદ્યાષા સાંભળીને જેઓ વિષમિશ્રિત લેાજન તથા જળ વિગેરેથી નિવૃત્ત થયા તે જીવ્યા અને રસેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org