________________
૭૪
આ પાક્ષિક પ્રતિક્રમણમાં પણ પંચવિધ આચારની વિશુદ્ધિ તેમાં કહેલાં સૂત્રને અનુસારે જાણી લેવી. તે આ પ્રમાણે-જ્ઞાનાદિ ગુણવાનની પ્રત્તિપત્તિરૂપ હોવાથી વાંદણા ને સંબુદ્ધ ક્ષામણુક વિગેરેથી જ્ઞાનાચારની, બાર લેગસના કાર્યોત્સર્ગ પછી પ્રગટ ચતુર્વિશતિ સ્તવ કહેવાવડે કરીને દર્શનાચારની, અતિચારની આલોચના-પ્રત્યેક ખામણા-નાનું અને મેટું પાક્ષિકસૂત્ર અને સમાપ્ત ક્ષામણુક વિગેરેથી ચારિત્રાચારની, ચતુર્થ તપની પ્રતિપત્તિ અને બાર લેગસના કાર્યોત્સર્ગાદિક્વડે બાહ્ય અત્યંતર તપાચારની, અને એ સર્વ પ્રકારવડે સમ્યક્ આરાધના કરવાથી વિચારની વિશુદ્ધિ જાણવી. આ પ્રમાણે ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં પણ સમજવું.
જ્ઞાનાદિ આચારના સૂત્રો જે ઉપર બતાવ્યાં છે તેથી જુદી રીતે જ્યાં પાઠ હોય ત્યાં તે તે ગચ્છની સમાચારી વિગેરે પ્રમાણે જાણવું.
ઈતિ પાક્ષિક પ્રતિક્રમણ કમવિધિ.
ચોમાસી અને સંવત્સરી પ્રતિકમણને પણ કમ ઉપર પ્રમાણે જ જાણ. માત્ર નામમાં ફેરફાર સમજ; એટલે
જ્યાં જ્યાં વહિવયં કહેવાનું હોય ત્યાં ત્યાં રડમતિ અને સંવત્સરિ કહેવું. કાર્યોત્સર્ગ ચેમાસી પ્રતિકમણમાં વીશ લેગર્સને અને સંવત્સરી પ્રતિકમણમાં ચાળીશ લેગસ્સને ઉપરાંત મંગળિકાળું એક નવકાર સહિત જાણ. ખામણું પાક્ષિક ચૌમાસીકનાં જે બે મુનિ શેષ રહેતા હોય તે ગુર્નાદિક પાંચને અને સંવત્સરીમાં સાતને જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org