________________
૫૮
ઉપર સાય કહેવા પર્યંતની વિધિનું વર્ણન સહેતુક કહેલું છે ત્યાર પછી “સુરદત્ત રાત્મહત્રો નિમિત્ત નિ વકરો.” કહીને ચાર લેગસને કાર્યોત્સર્ગ કરવો, શાંતિ સાંભળવી અથવા કહેવી અને પ્રગટ લોગસ્સ કહે-એ વિધિ તથા ત્યારપછી શ્રાવકને સામાયક પારવાની અંતર્ગત રાજનું ચિત્યવંદન ગવચાર પર્વત કરવાની વિધિ પરંપરાથી સમાચારી ગત જાણી લેવી. જે ગ્રંથ ઉપરથી આ વિષય લખવામાં આવે છે તેમાં એ વિધિ સંબંધી લેખ નથી.
હવે પૂર્વે કહી ગયા પ્રમાણે હેતુ સમજીને પ્રતિક્રમણ કરવું તેને માટે યોગ્ય સમય જે પ્રારંભમાં બતાવેલ છે તે સમયે પ્રતિક્રમણ (આવશ્યક) ન કરે તે ચાર લઘુમાસનું પ્રાયશ્ચિત્ત આવે, મંડળીમાં બેસીને પ્રતિક્રમણ ન કરે (એકલા કરે) તે પણ ચાર લઘુમાસનું, કુશીલની સાથે પ્રતિકમે તેપણ ચાર લઘુમાસનું, નિદ્રા પ્રમાદાદિકે કરીને પ્રતિક્રમણમાં એકઠે ન મળી જાય તે એક કાર્યોત્સર્ગ ભિન્નમાસ, બે
કાર્ગે “લઘુમાસ અને ત્રણ કાર્યોત્સર્ગ સુધી જૂદ રહે તે “ગુરૂમાસનું પ્રાયશ્ચિત્ત આવે તથા ગુરૂ મહારાજાએ કાર્યોત્સર્ગ પાર્યા અગાઉ પોતે પારે તે ગુરૂમાસ અને સર્વ કાર્યોત્સર્ગને વિષે ચાર લઘુમાસ એ પ્રમાણે પ્રાયશ્ચિત્ત શ્રીવ્યવહાર સૂત્રમાં કહેલ છે તે પ્રમાણે જાણી લેવું. વાંદને વિષે પણ કાર્યોત્સર્ગ પ્રમાણે પ્રાયશ્ચિત્ત જેડી દેવું.
૧ આ ચિત્યવંદન શ્રાવકને સાત ચૈત્યવંદન કરવાના હ્યાં છે તેમાંનું છેલ્લું સમજવું.
૨ આ પ્રાયશ્ચિત્તોમાં લધુમાસ, ગુમાસ, ભિન્નમાસ, ચતુલધુ, ચતુર વિગેરે સંજ્ઞાઓ છે તે ગુગમ્ય જાણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org