________________
અને જમીન પંજી અવગ્રહમાં પ્રવેશ કરે, અને પછી “ગારિણગા” કહી પાછળ પુંજી અવગ્રહથી બહાર નીકળે. બીજા વાંદણામાં પ્રવેશ કરે પણ બહાર નીકળે નહિ, એટલે બે વાર પ્રવેશ કરે અને એકવાર બહાર નીકળવું એમ ત્રણ આવશ્યક જાણવા.
એ પ્રમાણેના પરચીશ આવશ્યક કૃતિકર્મ એટલે વાંદણાને વિષે થાય. વાંદણ દેનારે આ પચ્ચીશ આવશ્યક સાચવવા બરાબર ઉપયોગ રાખવું જોઈએ. કારણ કે તેથી વિપરીત રીતે વર્તતાં એટલે આવશ્યક સાચવ્યા સિવાય વાંદણું દેતાં તેથી થવાનું જે ફળ તે પ્રાપ્ત થતું નથી. કહ્યું છે કેकिइकम्मपि कुणंतो, न होइ किइकम्म निजरा भागी। पणवीसा मन्नयरं, साहु हाणं विराहतो ॥
એ પચવીશ આવશ્યકમાંથી અનેરું એક પણ સ્થાનક વિરાધતે સાધુ તેમજ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા હોય તે, કુતિકર્મને કરે છે અર્થાત્ વાંદણું દે છે તે પણ તેથી જે કર્મપરિશાટનરૂપ નિર્જરા થાય તેને સંવિભાગી ન હય, અર્થાત્ તે વાંદણા દેવાનું જે નિર્જરારુપ પૂળ તે ન પામે.”
વળી એ પ્રમાણે વાંદણું દેતાં બત્રીશ દેષ ત્યાગવા જોઈએ તે આ પ્રમાણેदोस अद्विअ थढिअ, पविद्ध परिपिंडिअंच टोलगइ । अंकुस कच्छभारंगिअ, मच्छुब्वत्तं मणपउठं ॥१॥ वेइयबद्ध भयंत, भय गारव मित्त कारणा तिनं । पडिणीय रुट तजिअ, सठ हीलिअ विपलियचिअयं ॥२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org