________________
પ્રતિકમણ એ પડધ્યયનાત્મક (છ આવશ્યકે યુક્ત) છે. સામાયકાધ્યયન, ચતુર્વિશતિસ્તવાધ્યયન, વંદનકાધ્યયન, પ્રતિકમણાધ્યયન, કાત્સર્ગાધ્યયન અને પ્રત્યાખ્યાનાધ્યયન
પ્રથમ સામાયકાધ્યયનને વિષે સર્વ સાવદ્યોગની વિરતિ એ અધિકાર. બીજા ચતુર્વિશતિ તવાધ્યયનને વિષે પ્રધાન કર્મક્ષયના કારણે, પ્રાસબોધિની વિશુદ્ધિના હેતુ, પુનઃ બાધિ પ્રાપ્ત થવાનાં કારણ, અને સાવઘ ગ વિરતિ ઉપદેશકત્વ વડે ઉપકારી એવા તીર્થકર માહારાજાનું ગુણત્કીર્તન એ અધિકાર. ત્રીજા વંદનકાધ્યયનને વિષે વ્રત પિંડ વિશુદ્ધાદિ મૂળ ઉત્તર ગુણે કરીને ગુણવંત એવા ગુરૂની પ્રતિપત્તિ તથા વંદન એ અધિકાર. ચોથા પ્રતિકમણાધ્યયનને વિષે સંવેગ પ્રાપ્ત પ્રાણીઓ વિશુદ્ધ અધ્યવસાયના વશથી પિતાને આચરણ કરવા લાયક મૂળ ઉત્તર ગુણને વિષે પ્રમાદાદિવડે થયેલ દોષની
આ અકાર્ય છે એમ ભાવના ભાવતાં-નંદા કરવી એ અધિકાર. પાંચમા કાત્સર્ગાધ્યયનને વિષે ચારિત્રરૂપ ભાવ પુરૂષને અતિચાર રૂપ જે ભાવઘણુ* તેની દશ વિધ પ્રાયશ્ચિતરૂપ ભેષજર કરીને ચિકિત્સા કરવી એ અધિકાર. છઠ્ઠા પ્રત્યાખ્યાનાધ્યયનને વિષે મૂળ ઉત્તર ગુણની પ્રતિપત્તિ તથા તેનું નિરતિચારપણે સંધારણ એ અધિકાર. એ પ્રમાણે છ આવશ્યકમાં અધિકારને સમાવેશ છે. એ સિવાયના અંતર અધિકારોને પણ તેમાંજ સમાવેશ થાય છે.
તેમાં સામાયકવડે ચારિત્રાચારની શુદ્ધિ થાય છે. ચતુર્વિશતિ સ્તવે કરીને દર્શનાચારની શુદ્ધિ થાય છે. વંદનથી પાંચે
* આત્મિકવ્યાધિ. * ઔષધ. * પ્રાપ્તિ. | સમ્યફ પ્રકારે ધારણ કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org