________________
(ચિન્નેલી ગુરૂની મૂર્તિ વા જિન મૂર્તિ) અથવા ગુરૂની પ્રતિમા કે જિન પ્રતિમા એટલા પ્રકારે ગુરૂની સ્થાપના કરવી. તેમાં ગુરૂની મૂર્તિ તથા પ્રતિમાદિકની આકાર સહિત જે સ્થાપના તેને સદૂભાવ સ્થાપના અને અક્ષાદિકની સ્થાપના તે અસદ્દભાવ સ્થાપના જાણવી. તેમાં પણ થોડો કાળ રહે અને દીર્ઘ કાળ રહે એ ભેદે કરી ઈશ્વર અને યાવતુકથિક એ બે ભેદ પણ જાણવા. એ સ્થાપનાની પણ ગુરૂની પરે આશાતના ટાળવી.
જ્યારે સાક્ષાત ગુણવંત ગુરૂને વિરહ હોય ત્યારે ગુરૂપદેશપદર્શનને અર્થે સ્થાપના સ્થાપવી. જેમ જિનેશ્વરને વિરહ છતાં તેમની પ્રતિમાનું સેવન કરીને આમંત્રણ કરવું સફળ થાય છે, તેમ ગુરૂ વિરહ ગુરૂની સ્થાપના પણ સફળ હેાય છે.”
એમ શુદ્ધ સ્થાને, ગુરૂ સમીપે અથવા ગુરૂ ન હોય તે સ્થાપનાચાર્ય સમીપે આચરણેય એવા-જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીચારરૂપ જે પંચ આચાર તેની વિશુદ્ધિને નિમિત્તે પ્રાતઃકાળે અને સાયંકાળે પ્રતિક્રમણ કરવું. પ્રતિકમણ એ શબ્દ આવશ્યક વાચ્ય છે. કારણ કે એ કિયાનું મૂળ નામ “આવશ્યક કિયા” છે. અને પ્રતિકમણ એ આવશ્યકમાંનું એવું આવશ્યક છે.
આવશ્યક-અવશ્ય ક્રિયાને વિષે રૂઢ એવા સાધુ પ્રમુખ અવશ્ય કરે છે, જ્ઞાનાદિ ગુણ અને મેક્ષ એ સમસ્ત પ્રકારે જેનાથી વશ કરાય છે, તેમજ ઇન્દ્રિય કષાયાદિ ભાવશત્રુ જેનાથી સમસ્તપ્રકારે વશ કરાય છે તે–આવશ્યક.
*આ અધિકાર વિષે અનુગ દ્વારમાં સૂત્રપાઠ છે. 1 ગુરૂના ઉપદેશ (આદેશ) ને દેખાડવા માટે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org