________________
એમને પ્રતિનિધિ મોકલવા આગ્રહ કર્યો. પૂ. આત્મારામજી મહારાજની દણિ શ્રી વીરચંદ ગાંધી પર પડી. એમને છ મહિના પિતાની પાસે જૈન ધર્મને વિશિષ્ટ અભ્યાસ કરાવ્યું અને “ચિકાગે પ્રશ્નોત્તર નામને ગ્રંથ પરિષદને લક્ષમાં રાખી તૈયાર કરાવ્યું. * સંસ્થાના મંત્રી શ્રી વિરચંદ ગાંધીએ આ વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ વિષે અસરકારક રજૂઆત કરી. એમણે પિતાની વિદ્વતા, વકતૃત્વશક્તિ અને ચારિત્રના બળે વિશ્વના ધર્મધુરંધરે અને વિદ્વાન શ્રેતાઓ પર સારે પ્રભાવ પાડો. ધી જૈન એસોસિએશન ઓફ ઈન્ડિયાનું આ કારણે વિદેશમાં પણ નામ થયું. ત્યારબાદ શ્રી વીરચંદ ગાંધીએ અમેરિકા અને યુરોપના દેશમાં પ્રવચને આપી, તુલનાત્મક દૃષ્ટિએ જૈન ધર્મની વિશેષતા સમજાવી.
આઝાદી બાદ જાહેર ટ્રસ્ટ અંગે પબ્લિક ટ્રસ્ટ એકટ પસાર થશે અને તેમાં ઉત્તરોત્તર સુધારા થતા ગયા. પરિણામે ટ્રસ્ટનાં હિતની સ્પષ્ટ અને સચોટ રજૂઆત કરવાની જરૂરિયાત ઊભી થઈ. ટ્રસ્ટની કાર્યવાહીમાંથી અંતરાયે દૂર કરવાની અને સાર્વજનિક ધર્માદા ટ્રસ્ટ અને સંસ્થાઓને તેમ જ ટ્રસ્ટના વહીવટકર્તાઓને ટ્રસ્ટ એકટ હેઠળ માર્ગદર્શન આપવાની પણ જરૂરિયાત ઊભી થઈ. એટલે પ્રસંગે પાત ટ્રસ્ટોનાં હિતોની સરકાર અને ધારાસભા સમક્ષ સ્પષ્ટ અને સચેટ રજૂઆત કરવાની આ સંસ્થા કાર્યવાહી બજાવી રહી છે અને માર્ગ દર્શન માટે માર્ગદર્શક પત્રિકાનું પ્રકાશન થઈ રહ્યું છે. એના સંપાદક તરીકે શ્રી મોહનલાલ સી. શાહ, શ્રી નટવરલાલ એસ. શાહ અને શ્રી કાંતિલાલ ડી. કેમેરા સેવા આપે છે.
ઈ. સ. ૧૯૮૩માં આ સંસ્થાની શતાબ્દી ઊજવવા માનનીય શ્રી દીપચંદભાઈ એસ. ગાડીના પ્રમુખસ્થાને એમના નિવાસે એક સભા મળી હતી, જેમાં જૈન તત્વજ્ઞાન, કલા, ઈતિહાસને સ્પર્શતા કાર્ય અંગે વ્યાખ્યાન-ભજન અને લેખેના સંગ્રહનું પ્રકાશન અર્ધમાગધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org