SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨) અવસ્થામાં રહ્યા. ત્રેસઠ લાખ પૂર્વ વરસ રાજ્યવસ્થા અને ત્રાસી લાખ પૂર્વ વરસ સુધી ગૃહસ્થાવસ્થામાં રહ્યા. એક હજાર વર્ષ છદ્મસ્થપણે વિચર્યા. એક લાખ પૂર્વમાં એક છે હજાર વર્ષ ઓછાં કેવળી અવસ્થામાં રહ્યા. એકંદરે ચોર્યાશી લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરીને તેઓએ વેદનીય કર્મ, આયુકર્મ, નામકર્મ અને ગોત્રકર્મનો સર્વથા નાશ કર્યો. હું મહા વદ તેરસના રોજ અષ્ટાપદ પર્વત ઉપર શ્રી ઋષભદેવ ભગવાન છઠ્ઠના તપને જે યોગે પર્ઘકાસને રહી સંસારથી સર્વથા મુક્ત થઈ નિર્વાણ પામ્યા. તે સમયે બીજા દસ કે હજાર સાધુ-અણગારો તેમની સાથે નિર્વાણ પામ્યા. તે સમયે તે કાળે અવસર્પિણી કાળનો સુષમાદુષમા નામનો ત્રીજો આરો હતો. તેના અંત ભાગમાં જ્યારે નેવ્યાસી પખવાડિયાં બાકી હતાં ત્યારે ભગવાન નિર્વાણ પામ્યા. તે સમયે ઇંદ્રનું આસન કંપતાં તેણે અવધિજ્ઞાન વડે જાણ્યું કે ભગવાન મોક્ષે ૬ સિધાવ્યા છે. તે અન્ય દેવોની સાથે તરત જ પ્રભુ જ્યાં નિર્વાણ પામ્યા હતા ત્યાં ૮ આવ્યા. ભગવાનના દેહને ત્રણ પ્રદક્ષિણા કરી ત્યાં તો તેમનાં નેત્રો અશ્રુભીનાં થઈ છે ગયાં. અત્યંત ખેદ પામેલા શક્રેને અન્ય દેવોની સહાયથી નંદનવનમાંથી ગોશીષ કરો ચંદનકાષ્ઠ મંગાવી ત્રણ ચિતા રચાવી : એક ભગવાનના દેહ માટે, બીજી ગણધરોના ડે દેહ માટે અને ત્રીજી અણગારો માટે હતી. આભિયોગિક દેવો પાસે ક્ષીરસમુદ્રનું પાણી મંગાવી ઇંઢે પ્રભુના શરીરને અનેક અન્ય દેવોએ ગણધરાદિના દેહને સ્નાન-વિલેપન કર્યું. ત્યાર પછી ત્રણ પ્રકારની પાલખીની રચના કરી. ઇંદ્રાદિનાં નેત્રોમાં અશ્રુનો પ્રવાહ ચાલુ હતો. સૌ શોકમગ્ન : હતા. ઇંદ્ર પ્રભુના દેહને પાલખીમાં પધરાવ્યો. તે પ્રમાણે અન્ય દેવોએ ગણધરાદિના હું દેહને પાલખીમાં પધરાવ્યા. ત્યાર પછી ચિતા પાસે આવ્યા. અગ્નિકુમારોએ અગ્નિ 8 પ્રદીપ્ત કર્યો, વાયુકુમારે વાયુ ફેલાવ્યો, અન્ય દેવોએ બીજી વિધિઓ કરી. જ્યારે તે શરીરના અવશેષો જ બાકી રહ્યા ત્યારે મેધકુમારે જળ વડે તે ચિતાઓને ઠારી દીધી. ૪ - ત્યાર પછી સૌધર્મ ઇંદ્ર, ઈશાનેન્દ્ર, અમરેન્દ્ર અને બલીન્દ્ર ભગવાનના દેહની ૬ દાઢાઓ ગ્રહણ કરી. અન્ય દેવોએ આચાર પ્રમાણે અસ્થિ ગ્રહણ કર્યા અને તેને તે વજય ડબ્બામાં મૂકીને ભક્તિ વડે પૂજા કરવા લાગ્યા. આ પ્રમાણે શ્રી ઋષભદેવ ચરિત્ર પૂર્ણ થયું. Jain Education International -૯૪ry IRાકા કા For Private & Personal Use Only www.jainelibrary.org કા કા કા //પHIPATsellivat ( 1 )
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy