SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૭ હું નિમિત્ત છું. આવું કોમળ તન હોવા છતાં મોક્ષ માટે તમે કેવો મહાપુરુષાર્થ આદર્યો છે આ છે ! તમે ખરેખર પ્રશંસનીય છો.” આમ કહી તેમણે સુંદરીને દીક્ષા લેવા અનુજ્ઞા આપી હતી અને સુંદરી પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી ધન્ય બની ગઈ. હો રે માન ! તારી છલના અજબ છે. - સમરાંગણમાં ઉપાડેલી મુષ્ટિ નિરર્થક ન જાય તેવા માનના ભાવમાં લોન્ચ કરી છું - તેઓ સાવધ કાર્યથી મુક્ત થયા. પણ આ માન તો સાથે ચાલ્યું. તેમણે પ્રભુ પાસે જવા ગઈ એ દિશામાં પગ ઉપાડ્યો ત્યાં વળી માર્ગમાં વિચાર કરવા લાગ્યા કે, જો હું હમણાં જ છે પિતા પાસે જઈશ તો મારે નાના અઠ્ઠાણું ભાઈઓને વંદન કરવું પડશે. તો પછી મોટા છે છે ભાઈ તરીકે મારું માન શું ? એટલે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને પછી જાઉં, જેથી તેમની છે સમાન ગણા અને મારે વંદન કરવાં પડે નહિ. સાક્ષાત્ મોક્ષરૂપી પ્રભુનું સાન્નિધ્ય હોવા છે છતાં માને દિશા બદલાવી નાખી. છે ત્યાર પછી કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે એક વરસ વૃક્ષની નીચે તપ તપ્યા. કાઉસગ્ગ ફ આ ધ્યાને ઊભા રહ્યા. શરીરે વૃક્ષની વેલડીઓ વીંટળાઈ. પણ વ્યર્થ. કેવળજ્ઞાન ફરક્યું જ છે કો નહિ. માનના પાયા પર તે કેવી રીતે ધારણ થાય! જુઓ માનની અવળચંડાઈ ! રાજ્ય- ર આ પરિવાર સર્વ સંપત્તિનો ક્ષણભરમાં ત્યાગ કરનાર બાહુબલીજી જરા માનમાં અટક્યા. એ કે નાના ભાઈઓ ન હતા પણ મહાન કેવળી ભગવંત હતા તે વાત વીસરાઈ ગઈ. છે મરુદેવા માતાએ હાથી પર કેવળજ્ઞાન લીધું કારણ ચિત્તમાંથી મોહરાજાનો પરાજય કે થયો હતો. અહીં વાત ઊલટી બની કે હાથી ન હોવા છતાં માનરૂપી હાથી પર કે બાહુબલીજી આરૂઢ રહ્યા. એક વરસ તપ તપ્યા છતાં સર્વ નિરર્થક.. છે. યોગાનુયોગ બ્રાહ્મી-સુંદરી બંને સાધ્વી બહેનોને ત્યાં આગમન થયું અને તેઓ છે સમજી ગઈ કે ભાઈ તો માનરૂપી ગજરાજ પર આરૂઢ છે તેથી અટક્યા છે. અને તે બોલી કે, “વીરા ગજ થકી ઊતરો, ગજ ચઢે કેવળ ન હોય. છે. બાહુબલીને કાને શબ્દટંકાર થયો અને તેમણે મનોમન અત્યંત પસ્તાવો કરી છે ભાઈઓ પ્રત્યે બહુમાનપૂર્વક પગ ઉપાડ્યા. ત્યાં માનના બંધન સાથે સર્વ બંધન તૂટી . ડિ ગયાં. તેઓ આત્મશ્રેણી માંડીને ચાર ઘાતકર્મનો નાશ કરી કેવળજ્ઞાન પામ્યા. 12.17 2003ETOEKIEHIEN FIKK
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy