SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ કઈ ૨૦૮ ત્યાં તો અચાનક એક ઘટના ઘટી. ઋષભદેવના રાજ્યાભિષેક સમયે આવેલી છે નિલાંજના વિદ્યાધરી સુનંદાના પરિચયથી મુગ્ધ થઈને રોકાઈ ગઈ હતી. નૃત્ય-નિષ્ણાત છે નિલાંજના સુંદરીને એ કળા શીખવતી હતી. સુનંદાના વિયોગે ક્ષોભ પામેલી નીલાંજનાએ છે છે પણ નૃત્ય સમયે પોતાની જીવનલીલા સદા માટે સમેટી લીધી. નીલાંજના સુનંદાની છે સખી હતી. પરંતુ ઋષભદેવ પણ તેના નૃત્ય ઉપર મુગ્ધ હતા. પૃથ્વીનાથ હજી માનવધર્મમાં હતા, ત્યાગમાર્ગના ભાવો જાગ્યા હતા, ત્યાં આવા બે પ્રિયપાત્રના વિયોગે તેઓ જાગૃત થઈ ગયા. બંનેની શિબિકાની પાછળ મંદગતિથી ચાલતાં તેમનાં નયનો સજળ બની ગયાં. રાજા પ્રજા પરિવાર સૌ શોકમગ્ન હૃદયે ક્ષીરછે. સમુદ્રને કિનારે પહોંચ્યા. પૃથ્વીનાથે સ્વહસ્તે પ્રથમ સુનંદાના પાર્થિવ દેહને જળમાં તરતો મૂક્યો, પછી મેં છે બાહુબલીએ નીલાંજનાના દેહને જળમાં વહેતો મૂક્યો. ક્ષીરસમુદ્રના તરંગોએ પોતાના સ્નેહીજનો હોય તેમ બંનેના દેહને પોતાના પેટાળમાં સમાવી દીધા. હતપ્રભ થયેલા સૌ એડીઓથી વાતાવરણ ગમગીન હતું. આખરે પૃથ્વીનાથે સૌને છે જ સમજાવ્યા કે માનવીને મૃત્યુના નિયમથી બચાવવાનો કોઈ માર્ગ નથી અને છે તો માત્ર Sી મુક્તિ છે. « પૃથ્વીનાથના જીવનમાં એ પ્રસંગે ભારે ઉલ્કાપાત મચાવ્યો. રાજપ્રસાદના આવાસમાં મેં છે સૌ સ્વજનો અને અગત્યના નાગરિકો ઉપસ્થિત થયા હતા. પૃથ્વીનાથનું બધુ નૂર જાણે છે | હણાઈ ગયું હતું. મુખ પર ભારે ઉદાસીનતા છવાઈ હતી. તેમણે મૌન છોડ્યું અને જાહેર છે “ભરત, હવે આ શાસનનો સ્વામી તું છું. હું હવે સંસારનો ત્યાગ કરીશ.” છે ભરત સહિત સર્વ સભા સ્તબ્ધ થઈ ગઈ. ભરતે કહ્યું, “પિતાજી મારા પર છે આ સિંહાસનનો ભાર ન મૂકો, મને તમારા ચરણમાં સુખેથી જીવવા દો, આપના વિના આ ટે આ પ્રજા અને નગરી શૂન્ય થશે. આપની છત્રછાયામાં અમે સર્વ કાર્ય પૂર્ણ કરશું !” બાહુબલિએ તેમાં સૂર પૂરાવ્યો. પૃથ્વીનાથે કહ્યું : હે વત્સ, તમે બન્નેએ મૃત્યુની અકળ કળા જોઈને ! ત્યારથી મારા રે છે ચિત્તમાં આ સંસારનાં ક્ષણિક સુખો દુઃખરૂપ ભાસે છે. અરે ! પૂરો સંસાર દુઃખમય For Private & Personal use in Education International AYAYAYAYA FAST
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy