________________
૨૦૦ જ બનીને કિલ્લોલ કરતાં. વન ઉપવનમાં ભમતાં. છતાં માનવજીવનના સુખની સીમા તો છે
ખરી, દીર્ઘકાલીન આયુષ્ય હોવા છતાં, સુડોળ, સૌષ્ઠવપૂર્ણ, સશક્ત, નીરોગી શરીર છે . છતાં કાળની ફાળ તો ત્યાં પણ જાળ પાથરી દેતી. જન્મ આપનાર યુગલનો અંત જ આવતો.
એ કાળના અવિરત વહેણમાં યુગપરિવર્તન આવી રહ્યું હતું. યુગલિક કાળની છે આ ક્ષીણતાનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. એવા એ કાળમાં સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચ્યવન જ Sી કરીને ઋષભદેવનો જીવ અયોધ્યાનગરીના છેલ્લા રાજા નાભિકુલકરની પત્ની મરદેવીની છે આ કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયો. તે રાત્રિએ મરૂદેવીએ રાત્રિને સમયે વૃષભ આદિ સુંદર . ચૌદ સ્વપ્ન જોયાં. જાગૃત થઈને તેઓએ નાભિકુલકર પાસે સ્વપ્નદર્શન જણાવ્યું. આ નાભિકુલકર પણ અતિપ્રસન્ન થયા. તેમણે કહ્યું “દેવી, તમે ઉત્તમ યુગલિકને જન્મ છે ન આપશો. તે ઘણા દેશનો સ્વામી થશે.” તે કાળે એક યુગલ એક જ યુગલને જન્મ S આપતું તેથી તે પ્રસંગ અતિ મહત્ત્વનો મનાતો.
તે કાળ અને તે સમયને વિષે યુગલિયાઓનો કાળ ક્ષીણ થતો જતો હતો ત્યારે ભરતક્ષેત્રની અયોધ્યાનગરીના નાભિકુલકરની પત્ની મરુદેવીએ રાત્રિ વિષે ચૌદ મહાસ્વપ્ન છે જ જોયાં તે પ્રસંગ તથા તેમની કુલિએ ઋષભદેવનો જન્મ થયો તે જન્મ-મહોત્સવ
ભગવાન મહાવીરની જેમ જાણી લેવા. - ઈસ્વાકુ વંશની સ્થાપના '
ઋષભદેવનો જન્મ ચૈત્ર વદ આઠમને દિવસે થયો હતો. તેમના સાથળ પર છે ઋષભનું ચિહ્ન હોવાથી તેમનું નામ તથા લંછન ઋષભ પાડવામાં આવ્યું હતું. ઇંદ્રાદિ દ્વારા જન્મ મહોત્સવ કરવામાં આવ્યો ત્યાર પછી પ્રભુ જ્યારે એક વર્ષના થયા ત્યારે છે શક્રેન્દ્રને તેમનો આચાર સ્મૃતિમાં આવ્યો. પ્રથમ તીર્થંકરના જન્મ પછી તેમના વંશની સ્થાપના કરવાનો આચાર છે. તેથી તેઓ એક શેરડીનો સાંઠો લઈને અયોધ્યાનગરીમાં છે નાભિકુલકરના નિવાસે પધાર્યા. ત્યારે ઋષભદેવ પિતાના ખોળામાં બેઠા હતા. ઇંદ્રના હાથમાં શેરડીનો સાંઠો જોઈ બાળે હાથ લંબાવી જાણે ઇંદ્રના ભટણાનો સ્વીકાર કર્યો છે છે આથી ઇંદ્ર પ્રભુના કુળનું નામ ઈક્વાકુ પાડ્યું અને ગોત્રનું નામ કાશ્યપ રાખ્યું.
વાવ