________________
૧૯૯ છે તેઓ યુગલિક કહેવાતા. તે સમયની સૃષ્ટિનું સર્જન જ એવું હતું કે માનવસ્ત્રી છે પુત્ર-પુત્રીને સાથે જન્મ આપતી. પક્ષી બે ઇંડાંને સેવતાં, પશુ પણ બચ્ચાંની જોડને જન્મ - આપતાં. તેમનો જીવનવિકાસ પણ ઘણો ઝડપી થતો. કોઈ એકલું ન હતું, ન થતું. છે તેમને વિયોગનું દુઃખ આવતું નહિ. કોઈ તેમને અલગ કરી શકતું નહિ. તેઓ જન્મથી આ જ અભિન્ન હતાં. વસંત ઋતુની જેમ આનંદ અને કિલ્લોલથી સૌ જીવતાં. વળી તેમને ન 3 કમાવવાની કે રાંધણ કાર્યની જરૂર રહેતી તેથી પરિગ્રહના પાપ અને મૂછ પણ છે. તેમનામાં ન હતાં.
દીર્ઘ આયુષ્યવાળા આવા યુગલિકો સુવર્ણમય સોનાના સુમેરુ પર્વતની તળેટીમાં આ નું સ્વૈરવિહાર કરતાં, છતાં નિર્દોષતા હતી. તેમને ધારણ કરતી ધરા પણ અજબની હતી. છે સદા લીલાંછમ ઉપવનો, કલકલ કરતાં નીરભર્યા ઝરણાંઓ, કામધેનુ જેવાં કલ્પવૃક્ષોની છે. હારમાળા, અમૃત જેવાં ફળ અને જળ મળતાં તેમાંથી તે કાળના માનવીને મનગમતા - બધા પદાર્થો મળી રહેતા. અલ્પાધિકતાનો, રાજાકનો, શિક્ષિત-અશિક્ષિતનો કોઈ ભેદ ર ન હતો. તેમના પુણ્યનો રાશિ એવો હતો કે મૂલ્યવાન વસ્તુઓ પણ તેમને મૂલ્ય ચૂકવ્યા
વગર મળતી. ન મળે સંઘર્ષ કે ન મળે સ્પર્ધા. દરેક પોતાના જીવનના સુખભોગમાં - મસ્ત રહેતાં. 9 સ્વર્ગીય રચના જેવી એ પૃથ્વી પર આ યુગલિકોનું યૌવન પણ સ્વર્ગીય સુખનો . અણસાર આપતું. જાતીય સુખ પ્રત્યે આકર્ષણનું પ્રકૃતિજન્ય સુખ ભોગવતાં અને તેના
ફળ સ્વરૂપે સ્ત્રી યુગલની જન્મદાત્રી માતા બનતી. આ કાળના માનવીની જેમ ઉછેર છે કરવાનો ન હતો. યુગલનો સહજપણે વિકાસ થતો. ત્યાર પછી તેમના જીવનમાં છે. ગંભીરતા આવતી. બાળયુગલ પણ સ્વતંત્ર જીવન જીવવા લાગતું અને જાણે માતાપિતાનું આ કાર્ય પૂરું થતું હોય, તેમ તેઓ સહજપણે જીવનને સમેટી લેતાં. તેમને મરણની વેદના જ ન હતી. અશાતાનાં દુઃખો ન હતાં. જન્મની જેમ મરણ પણ એક સ્વાભાવિક ઘટના છે. લાગતી. અંત સમયે માતાપિતા શાંતિથી કોઈ શાંત સ્થળે ચિરનિદ્રામાં પોઢી જતાં. ત્યારે જ ન હતા કોઈ વ્યવહાર, ન સંતાપ કે ન શોક કે ન અગ્નિસંસ્કાર. છે આ ઘટના સૌ સ્વાભાવિકપણે સ્વીકારતાં. મૃતકને કોઈ મહાપક્ષી ઉપાડી જતાં. છેકોઈ રેખા અંકિત થયા વગર વાત ત્યાં પૂરી થતી. યૌવન યુગલો એક કાયાની છાયા
ક
Main Education International
For Private Personal Use Only : ૯૯૨
www.jainelibrary.de
ફલક