________________
૧૯૬
5
. 2
તા
*
છે. હવે બીજે દિવસે રાજા વજસેનનો જન્મદિવસ હોવાથી અનેક દેશોના રાજાઓ અને
રાજકુમારો આવતા હતા. શ્રીમતીએ તે તકનો લાભ લઈ એક દાસીને એ ચિત્રપટ લઈ જ
રાજમાર્ગ પર ઊભી રાખી. એ માર્ગે વજજંઘકુમાર પસાર થતાં તેણે આ ચિત્રપટ જોયું છે અને તેને પણ પૂર્વભવની સ્મૃતિ થઈ આવી. તેણે તરત જ તેવી પ્રતિકૃતિ કરીને
પરિચારિકાને આપી. આમ બંનેનો પરિચય થતાં તે પરિચારિકાએ રાજા વજસેનને આ જ વૃતાન્ત જણાવી બંનેનું પાણિગ્રહણ કરાવ્યું.
સંસારસુખ ભોગવતાં સુખેથી સમય નિર્ગમન કરતાં તેમને પુત્રપ્રાપ્તિ થઈ. એક તો વાર તેઓએ કેવળી ભગવંતનો ઉપદેશ સાંભળી નિર્ણય કર્યો કે પુત્રને રાજ્યકારભાર , સોંપી દીક્ષા ગ્રહણ કરીએ. એ નિર્ણય તે પુત્રાદિને જણાવે તે પહેલાં પુત્રને કંઈ કુમતિ સૂઝી. તેણે વિચાર્યું કે આ પિતા જ્યાં સુધી રાજ્ય ભોગવશે ત્યાં સુધી મને રાજ્યનું સુખ
મળશે નહિ. આથી તેણે રાજા મહેલમાં પ્રવેશ્યા કે તરત જ ઝેરી ધુમાડાથી મહેલને = ભરી દીધો. વજજંઘ અને શ્રીમતીએ જાણ્યું કે હવે મૃત્યુ નજીક છે તેથી ધર્મનું શરણ જે લઈ સમતાભાવે દેહનો ત્યાગ કર્યો. ૭. યુગલિક
રાજારાણી શુભ ભાવના વડે દેહત્યાગ કરી, ઉત્તરકુરુમાં યુગલિયા તરીકે જન્મ પામ્યાં. ત્યાં ઘણું લાંબું આયુષ્ય ભોગવી મૃત્યુ પામ્યાં. = ૮. સૌધર્મકલ્પ છે ત્યાંથી મૃત્યુ પામીને તેઓ સૌધર્મકલ્પમાં દેવપણે ઉત્પન્ન થયા. છે ૯. જીવાનંદ વેધ.
દેવલોકમાંથી મૃત્યુ પામી ધના સાર્થવાહનો જીવ વૈદ્ય જીવાનંદપણે ઉત્પન્ન થયો. તે સમયે રાજાને ત્યાં મહીધર નામે પુત્રનો જન્મ થયો. મંત્રીને ત્યાં સુબુદ્ધિ નામે પુત્રનો છે. જન્મ થયો. એક સાર્થવાહને ત્યાં પૂર્ણચંદ્ર પુત્રપણે ઉત્પન્ન થયો. શ્રેષ્ઠિને ત્યાં ગુણાકર રસ અને એક ગૃહસ્થને કેશવ નામે પુત્ર થયો. તે શ્રીમતીનો જીવ હતો. આ છની વચ્ચે ગાઢ છે મિત્રતા હતી. તે દિનપ્રતિદિન વૃદ્ધિ પામતી જતી હતી.
જીવાનંદ વૈદ્ય પોતાના પિતા પાસે આયુર્વેદની ઉત્તમ કેળવણી પામ્યો હતો. એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.