________________
& ) 0 0%B8480480 / W)
૧૭૧ વિકલાંગાણું છે. દયા વિનાનો ધર્મ દરવાજા વગરના નગર જેવો છે. પણ તાપસ તો 2 અજ્ઞાનના અંધકારમાં ઘેરાયેલો છે. તે પાર્થકુમારની વાત સાંભળી છંછેડાયો અને - કુમારને મારવા દોડ્યો. સૈનિકોએ તેને રોકી લીધો. વળી કરુણાસાગર પાર્થકુમાર તેને
તો આ પાપકર્મથી પાછો વાળવા ઉપદેશ આપતા હતા ત્યારે તાપસે કહ્યું કે- “હે કુમાર ! અજ્ઞાની હું નથી પણ તું છે, કારણ કે આવા યજ્ઞમાં તું વિદન નાખી છે રહ્યો છે. તું જ્ઞાની હો તો મને તેનો પ્રભાવ દેખાડ.” હું ત્યાં તો પાર્થકુમારે અવધિજ્ઞાનમાં જોયું કે આ યજ્ઞમાં હોમાતાં લાકડાંમાં તો આ સર્પયુગલ અગ્નિથી તપી રહ્યું છે. તેણે તાપસને કહ્યું કે, “તારાં લાકડાંથી જ ઘોર હિંસા થઈ રહી છે.” અને સૈનિકો પાસે લાકડાં ચિરાવી નાખ્યાં તો અંદર શરીરે બળેલું, તરફડતું સર્પયુગલ નજરે પડ્યું. જોકે તાપસને તેની કંઈ અસર થઈ નહિ. તે તો છે ક્રોધાવેશમાં ચકચૂર હતો. પોતાના કાર્યમાં આવું વિદન કરનારને આક્રોશથી તે ગાળો છે જ દેતો હતો. સર્પયુગલનો ઉદ્ધાર
પાર્થકુમારે તો અતિ અનુકંપિત થઈ મૃત્યુને શરણ થઈ રહેલા સર્પયુગલને ( નવકારમંત્રનું શ્રવણ કરાવી કંઈ પણ અસદ્ભાવ ન થાય તે માટે પરમપ્રેમથી તેની જ નજીક બેસી તેમને ધર્મના શરણનું રક્ષણ આપી જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું. તે સર્પયુગલ પણ છે છે જ્ઞાનીનું શરણ ગ્રહણ કરી સમાધિમરણને પ્રાપ્ત કરી દેવલોકમાં સ્થાન પામ્યું. જે ધરણેન્દ્ર અને પદ્માવતીના નામથી પ્રસિદ્ધ બની ગયાં અને આજે પણ પૂજાય છે. આ
તાપસ આ સર્વ ઘટના જોઈ સ્તબ્ધ થઈ ગયો. પરંતુ તીવ્ર કષાયના યોગે અને તે પ્રબળ પ્રમાદને પરિણામે પાર્થપ્રભુને ઓળખી ન શકયો જેના સ્મરણમાત્રથી, જેના તો ચરણકમળના સેવનથી પશુ મટી સર્પયુગલ દેવત પામ્યું તે જ પાર્શ્વનાથનો યોગ મળવાર છે છતાં તાપસ તો કાળમીંઢ પથ્થરની જેમ જ રહી ગયો. અરે ! ધોબી કપડાં ધુએ છે એ પથ્થર પણ સુંવાળાં કપડાંના નિત્યના સ્પર્શથી કે ધોકાના મારથી ઘસાય છે અને સુંવાળો બને છે. પણ માનવ કેવો વિમૂઢ બની જાય છે !
Education International
ક
al Use Only
www.cainelibrary
રિજિ: