SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ નામHWANI s ૧૭૦ પારસકુમાર - પાર્શ્વકુમાર રાખવામાં આવ્યું. અનેક દેવદેવીઓથી અભિષેક કરાયેલા મેં પ્રભુનો જન્મ મહોત્સવ ઊજવી દેવીઓએ પ્રભુને માતા પાસે મૂકી દીધા અને સૌ સૌને સ્થાને વિદાય થયાં. પ્રિયંકર દાસીએ રાજાને પુત્રજન્મની વધામણી આપી. રાજાએ પ્રસન્ન થઈ તરત તે કે જ પોતાનો કીમતી હાર દાસીને ભેટ આપ્યો. તેને દાસીપણામાંથી મુક્ત કરી છે માતાપિતા અને સૌને મન એ બાળક હતો, પણ વાસ્તવિક રીતે તો પ્રભુ ત્રણ જ્ઞાનના = સ્વામી હતા. છતાં વિનમ્ર, ઉદાર, પરમ કરુણામય તેમનું જીવન હતું. તેમની બાળરમતો , પણ જ્ઞાનયુક્ત હતી. જન્મથી કુમાર ચંદ્રકળાની જેમ ખીલી રહ્યા હતા. યુવાનીમાં પ્રવેશ ; કરી રાજ્યને યોગ્ય સર્વ શિક્ષણકળાઓમાં ઉપચારથી નિપુણતા પ્રાપ્ત કરી. યોગ્ય વયે પૂર્વયોગ અનુસાર પાર્શ્વકુમારનાં લગ્ન પ્રભાવતીદેવી સાથે નક્કી કરવામાં એ આવ્યાં. પરંતુ તેમાં એક વિઘ્ન ઊભું થયું. કલિંગ દેશના રાજાએ યુદ્ધનું આહવાન ૩ આપ્યું. પાર્શ્વકુમાર તો મહાકરુણા સાથે જન્મ્યા હતા. તેઓ યુદ્ધ ઇચ્છતા ન હતા તેથી * તેમણે કલિંગના રાજાને દૂત મોકલી સંદેશો પહોંચાડ્યો કે યુદ્ધ કરવામાં કોઈ લાભ 3 નથી. ઘોર હિંસા કરી રાજ્ય મેળવીને સુખ મળતું નથી. કલિંગ દેશના રાજાના મનમાં તે સંદેશાની અને પાર્શ્વકુમારના વિચારની ઘણી અસર ઊપજી. તેણે તરત સુમેળ માટે A સંદેશો પહોંચાડ્યો અને તે પાર્શ્વકુમારનો મિત્ર બની ગયો, અને નિર્વિને લગ્નનું કાર્ય કે પૂરું થયું. હું કમઠને બોધ - એક વાર પાર્શ્વકુમાર વનવિહાર માટે નીકળ્યા હતા. માર્ગમાં એક તાપસ યજ્ઞ કરી લે રહ્યો હતો. તે યજ્ઞ કરનાર તાપસ ફળાહાર કરી જંગલમાં રહેનારો તપસ્વી હતો. ૬ યજ્ઞમાં નિરપરાધી જીવોની આહુતિ અપાઈ રહી હતી. તેવી હિંસાથી આત્મલાભ નથી એ છે તેમ વિચારી પાર્શ્વકુમાર તેની પાસે જઈ અજ્ઞાનયુક્ત આ ક્રિયાથી મુક્ત થવાનો તેને માર ઉપદેશ આપતા હતા અને અહિંસાધર્મનું હાર્દ સમજાવતા હતા કે, હે તાપસ ! હિંસાથી ઊપજતાં કર્મોનું ફળ અસાધ્ય રોગો, અધોગતિ તથા -5 shixit In 50 s *
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy