SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ભગવાન શ્રી પાર્શ્વનાથનું જીવનચરિત્ર પહેલો ભવ: મરુભૂતિ અને કમઠ જિ ભગવાન મહાવીરના શાસનની પ્રભાવના જે કાળમાં થઈ હતી તેવા યુગના ચોથા છે કાળના પ્રારંભની આ કથા છે. મદનપુર નામના નગરમાં અરવિંદ રાજાના મંત્રીને કમઠ છે છે અને મરુભૂતિ નામે બે પુત્રો હતા. કમઠ મોટો પુત્ર હતો, પણ દુરાચારનાં બધાં જ છે Sઈ લક્ષણોથી તેનું જીવન કલુષિત હતું. ગુણવાન માતાપિતાના વંશમાં જન્મીને પણ કમઠ છે છે પૂર્વજન્મની અસવૃત્તિઓને વશ આ જન્મને સર્વ પ્રકારે વેડફી રહ્યો હતો. પિતાના ઘણા છે જે પ્રયત્નો છતાં કમઠ કોઈ સંસ્કાર પામ્યો નહિ અને લોકોમાં અપયશ પામ્યો. રે મરુભૂતિ નાનો હતો પણ શાણો હતો. સજ્જનતાના બધા ગુણોથી તેનું જીવન છે છે. ઉદાત્ત હતું. સજ્જનતા અને પ્રેમાળતા જેવા ગુણોને કારણે મરુભૂતિ કમઠનાં બધાં જ છે ઈ તોફાનો નિભાવી લેતો અને તેના પ્રત્યે ખૂબ પ્રેમ રાખતો. સદ્દગુણો દ્વારા મરુભૂતિ છે આ લોકમાં આદર પામતો હતો. છે. બન્ને પુત્રો યુવાન થતાં પિતાએ તેમનાં લગ્ન યોગ્ય કન્યાઓ સાથે કર્યા. બન્નેને જે યોગ્ય રીતે સર્વ વ્યવસ્થા સોંપી પોતે સંસારનો ત્યાગ કરી, આત્મકલ્યાણને પંથે પ્રયાણ છે કર્યું. તેમના ત્યાગથી મંત્રીપદને માટે મરુભૂતિની યોગ્યતા જોઈ રાજાએ તેને મંત્રીપદે છે. સ્થાપ્યો. અહીંથી કમઠની મરુભૂતિ પ્રત્યેની ઇર્ષાનો પ્રારંભ થયો. કમઠ મોટો હોવાથી છે. મરુભૂતિને મંત્રીપદ મળે તે હકીકત એ સહી શકયો નહિ. કોઈ પણ કારણ શોધી કમઠ છે જે નાના ભાઈને હેરાન કરતો હતો. પણ મરુભૂતિ કમઠને મોટો ભાઈ સમજીને દરેક આ પ્રસંગને સહી લેતો અને માન આપતો. આ એક વાર મરુભૂતિ રાજા સાથે યુદ્ધમાં ગયો હતો. તેની પત્ની મનોરમા દાસીઓ હૈ છે. સાથે ઉદ્યાનમાં ફરવા નીકળી હતી. આ તકનો લાભ લઈ કમઠે મનોરમાને રીઝવવાદ ઈ પ્રયાસ કર્યો. મનોરમા શીલવાન હતી, પણ તે જાણતી હતી કે કમઠના હાથમાંથી છે એ છટકવું મુશ્કેલ છે, તેથી મનોરમાએ સમયસૂચકતા વાપરી. તેણે કમઠને અમુક દિવસે હું છે મહેલમાં આવવા નિમંત્રણ આપ્યું. કમઠ તો પ્રસન્ન મનથી તે દિવસની આતુરતાથી MononomROVOZOVUANAVAVAVASAVAVAVAVA n Education International For Private & Personal Use Only www.inelibrary.org
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy