________________
૧૫૮ ગઈ હતા. છત્રીસ હજાર સાધ્વીઓ હતી. એક લાખ ઓગણસાઠ હજાર શ્રાવકો હતા. ત્રણ હું
લાખ અને અઢાર હજાર શ્રાવિકાઓ હતી, સર્વજ્ઞ જેવું પણ શ્રુતજ્ઞાન ધરાવતા ચૌદપૂર્વી ત્રણસો હતા. તેરસો અવધિજ્ઞાની હતા. સાતસો કેવળજ્ઞાનીઓ હતા. દેવી ઋદ્ધિ છે વિકુર્તવાને સમર્થ સાતસો મુનિઓ હતા. પાંચસો વિપુલમતિ મન:પર્યવજ્ઞાનીઓ હતા. હું છે. વાદમાં વિજેતા એવા ચારસો વાદીઓ હતા. સાતસો શિષ્યો અને ચૌદસો સાધ્વીઓ
મુક્તિ પામ્યાં હતાં. એકાવતારી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારાઓની સંખ્યા - આઠસોની હતી.
આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીરની સંપદા થઈ હતી. છે. સવિશેષ ઇંદ્રભૂતિ વગેરે અગિયાર ગણધરોનું જ્ઞાન અદ્ભુત હતું. તેઓ બારે છે જે અંગનું જ્ઞાન ધરાવતા હતા. તેઓ ચોદપૂર્વના જ્ઞાતા હતા. દ્વાદશાંગીના રચનાર તેઓ છે . હતા. આ ચૌદ ગણધરો એ જ ભવે મોક્ષગામી થયા હતા.
ચોથા આરાના અંતમાં ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા ત્યાર પછી ભગવાન ઈ મહાવીરનું શાસન પાંચમા આરાના અંત સુધી પ્રવર્તશે. ભગવાનના પરમભક્ત ગણધર હું
ગૌતમસ્વામીના ગુરુપદનું સ્મરણ કરીને સૌ પાવન થશે. ધન્ય તે કાળ, ધન્ય તે કાળના માનવીઓ કે જે આવો પરમ અવસર પામી ધન્ય થઈ ગયા.
ક્રોધ પ્રીતિનો નાશ કરે છે; માન વિનયનો નાશ કરે છે; માયા-કપટ મિત્રતાનો નાશ કરે છે અને લોભ સર્વનો વિનાશ કરે છે.
* * * ઉપશમ દ્વારા ક્રોધને નષ્ટ કરો, મૃદુતા દ્વારા માનને જીતો, સરળતા દ્વારા કપટભાવને દૂર કરો અને સંતોષ વડે લોભ પર વિજય મેળવો.
* * * જ્યાં સુધી ઘડપણ સતાવતું નથી, જ્યાં સુધી વ્યાધિઓ વધતી નથી અને જ્યાં સુધી ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ નથી થઈ ત્યાં સુધી સારી રીતે ધર્માચરણ કરી લેવું.
lain Education International
www.iainelibrary.org