SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ દિવસ આનંદ મહોત્સવરૂપે મનાયો. દેવોએ પણ આ બંને પવિત્ર દિવસોનો ઉત્સવ છે આ માણ્યો. નંદિવર્ધનભાઈને પ્રભુના નિર્વાણના સમાચાર પહોંચ્યા ત્યારે તે પણ અત્યંત આ ક્ષોભ પામી ખેદખિન્ન થઈ ગયા. આથી બીજને દિવસે તેમનાં બહેન સુદર્શના શ્રાવિકા ભાઈને પોતાના ઘરે લઈ ગયાં અને ભોજન વગેરે કરાવ્યું તેથી તે દિવસ ભાઈબીજ કહેવાય છે. રીડાદો શીકા ની ( આ પ્રમાણે ભગવાન મહાવીરનું નિર્વાણ કલ્યાણક અને ગૌતમસ્વામીનું કેવળજ્ઞાન તે અતિ ઉત્તમ અવસરો પ્રાપ્ત થતાં જનસમુદાયે પોતાના ભાવની વૃદ્ધિ અને નિર્મળતા ૬ માટે એ દિવસોને પર્વ તરીકે પ્રસિદ્ધ કર્યા. સાચા સાધકો આજે પણ આ દિવસોને તે કેવળ મોજમજાના દિવસો માનતા નથી, પણ તે દિવસોમાં ધર્મારાધના કરીને પોતાના જીવનને પવિત્ર બનાવે છે. પ્રભુનું કુળ, ગોત્ર અને આયુષ્યસ્થિતિ થિ ભગવાન મહાવીરનો જન્મ ચોથા આરાના અંતમાં થયો હતો. તેમનું આયુષ્ય બોંતેર વર્ષનું હતું. પ્રભુના નિર્વાણ પછી ત્રણ વર્ષ અને સાડા આઠ માસ ગયા પછી ચોથા આરાની સમાપ્તિ થાય છે. કે ભગવાન મહાવીર ચોવીસમા તીર્થંકર છે. ભગવાન મહાવીર કુંડગ્રામ નામના નગરમાં ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિએ જન્મ્યા હતા. રાજા સિદ્ધાર્થનું કાશ્યપ ગોત્ર હતું. રિશ્રમણ ભગવાન મહાવીર લગભગ ત્રીસ વરસ ગૃહસ્થવાસમાં રહ્યા, બાર વરસ અને છ માસ દીક્ષાપર્યાયમાં રહ્યા, ત્રીસ વર્ષ કેવળીપણે વિચર્યા. તીર્થકર નામકર્મનાં અતિશય પુણ્યોને પૂર્ણ કરી જગતને કલ્યાણનો રાહ દર્શાવી પ્રભુ બોંતેર વર્ષ થતાં નિર્વાણ પામ્યા જ પ્રભુ નિર્વાણ પામ્યા ત્યારે અંધકાર યુગનો જાણે પ્રારંભ થયો હોય તેમ સૌ ક્ષોભ પામી ગયા હતા. તેથી ઘણાં સાધુસાધ્વીઓએ અનશન ગ્રહણ કર્યું હતું. શ્રમણ ભગવાન મહાવીરની પારિવારિક સંપદા ભગવાન મહાવીર અગિયાર ગણધરોથી વિભૂષિત હતા. ચૌદ હજાર સાધુઓ in Education International મારn an hit the west- For Private & Personal Use Only www.jainelibrary.org જરૂર જ ના 1 કાકા ના ના કાકા કા કા ગ્રામ
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy