SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ કે * * * * ૧૪૩ આખરે સાતમો દિવસ આવી પહોંચ્યો, ગોશાળકના જીવનનો તે અંતિમ દિવસ હતો, પ્રભુનાં દર્શન પામેલો કે ગમે તે કારણે તેની બુદ્ધિમાં શુદ્ધિ થઈ તે પશ્ચાત્તાપ કરવા લાગ્યો, “અહો હું કેવો અધમ અને પાપી છું. મેં મારા ગુરુ અને અહંત એવા 'પૂજ્યને અપલાપ કર્યો. મને ધિક્કાર છે. મેં તેજલેશ્યા વડે બે શિષ્યોને મરણને શરણ કર્યા, તેટલું જ નહિ, પણ પૂજવાયોગ્ય એવા પ્રભુને ? | મેં તેજોવેશ્યા વડે અશાતા પહોંચાડી. હું મરણ પામીને જરૂર નરકગામી થવાને યોગ્ય છું, અને અસત્ ઉપદેશ આપી કેટલાય જીવોનાં મેં જીવન વ્યર્થ કર્યો. ! પશ્ચાત્તાપથી સંતાપ પામેલા તેણે પોતાના શિષ્યોને ભેગા કર્યા. અને જાહેર કર્યું કે હું મંખલીપુત્ર છું. અહંત નથી, સર્વજ્ઞ નથી, મેં મારા આત્માને છેતર્યો છે. તમને સૌને મેં અવળે માર્ગે દોર્યા છે. આવા ઘોર પાપના પ્રાયશ્ચિત્તરૂપે તમે સૌ મારા મરણ પછી મારા શરીરને પગથી બાંધી રાજમાર્ગો પર ઘસડીને લઈ જજો. મારા પર થૂકજો. અને ઘોષણા કરજો કે આ સર્વજ્ઞ નથી પણ મંખલીપુત્ર, ગુરુનો દ્રોહી છે. સર્વજ્ઞ તો = મહાવીર જ છે. મરણકાળે આમ પશ્ચાત્તાપના અગ્નિમાં બળતો, તેજલેશ્યાના દાહથી પીડાતો તે મરણ પામી અંતના પ્રાયશ્ચિત્તના કારણે દેવલોકમાં ઉત્પન્ન થયો. પાછળથી શિષ્યોના - દશા બેધારી તલવાર જેવી થઈ. જો ગુરુઆજ્ઞા પાળે છે તો લોકોમાં પોતે હાંસીને પાકે થાય છે. ગુરુઆજ્ઞા ન પાળે તો અવજ્ઞાનો દોષ લાગે. તેથી કેટલાક ડાહ્યા મનુષ્યોએ - બુદ્ધિચાતુર્ય વડે નક્કી કર્યું કે, આ કુંભારની જગામાં જ વાર બંધ કરી શ્રાવસ્તી નગરી - ચીતરી, તેમાં શબને આઘોષણાપૂર્વક ઘસવું, અને પછી બહાર કાઢ્યું ત્યારે ભોળા = ઉપાસકોએ જયજયકાર કરીને મોટા ઉત્સવસહિત અગ્નિસંસ્કાર કર્યો. = ગોશાળકે અંત સમયે સત્યનો સ્વીકાર કરી પ્રાયશ્ચિત્ત કર્યું, અને બાળ-તપાદિત કરેલા તેથી સ્વર્ગલોક પામ્યો પણ તે તો સ્વપ્ન જેવું જ થવાનું હતું. શેષ પુણ્યના કારણે તે ગોશાળક દેવલોકનાં સુખ ભોગવી, દીર્ઘકાળ સુધી સાતમી નરકે અને અન્ય તિર્યંચભવી કરી, ઘણું દુઃખ ભોગવશે. છતાં અંતકાળે સર્વજ્ઞના વચનનો સ્વીકાર કરવાથી તેને ઘણા પરિભ્રમણ પછી મનુષ્યજન્મ પ્રાપ્ત થશે. મુનિપણું ગ્રહણ કરી ઘણાં કર્મોની આલોચના કરી અંતે મુક્ત થશે. * ? ર ા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy