SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ .' TETSLET ESTELEFITS અ ખાડા,ઋણ ૧૪૧ કું છે. જોકે એ ક્રિયા દોષમિશ્રિત હોવાથી તે શુભાશુભ બંધનું કારણ છે. તેથી તે ક્રિયા 5 કરવાથી સ્વર્ગ મળે છે પણ મોક્ષ મળતો નથી. તારો આ સંશય નિરર્થક છે. શુભાશુભ ક્રિયાનો આત્યંતિક છેદ થતાં મોક્ષ થાય છે. વેદપદોમાં લખ્યું છે કે સંસારને વિષે આસક્ત જીવોને મુક્તિરૂપ ગુફામાં પ્રવેશ મળતો નથી. તે નાસ્તિપદથી મોક્ષની સત્તા જણાવે છે. વળી તેમાં જણાવ્યું છે કે જે સ્વર્ગનો અભિલાષી છે તેણે જિંદગીપર્યંત યજ્ઞાદિ કરવા અને મોક્ષના અભિલાષીએ એ સર્વ ક્રિયા છોડીને મોક્ષ સાધક ક્રિયા કરવી. આવો વેદપદોનો અર્થ છે. મોક્ષસાધક ક્રિયા એટલે શુદ્ધ જ્ઞાનદર્શન અને ચારિત્ર વડે કર્મનો ક્ષય થાય છે. સમગ્ર કર્મનો નાશ થવો તે મોક્ષ છે. આ કે જ્યાં સુધી શુભાશુભ કર્મને અનુસરતી ક્રિયા થાય છે ત્યાં સુધી શુભાશુભ કર્મનું ફળ થયા કરે છે. તે કર્મને છેદતાં મોક્ષ પ્રગટ થાય છે. - ઘરમર્યનો અર્થ એમ થાય છે કે સ્વર્ગના અર્થીએ યજ્ઞાદિ કરવા અને મોક્ષાર્થીએ મોક્ષસાધક સાધના કરવી. દરેક મનુષ્ય જિંદગીપર્યત યજ્ઞાદિ કરે તેમ કહ્યું નથી. શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્ર વડે સર્વ કર્મનો ક્ષય થતાં મોક્ષ ઊપજે છે. હું પ્રભુનાં વચનથી પ્રભાસની શંકાનું સમાધાન થતાં તે ત્રણસો શિષ્ય સાથે દીક્ષિત થયા અને અગિયારમા ગણધરપદને પામ્યા. અગિયાર પંડિતો દીક્ષિત થઈને ગણપદને ઉપામ્યા, પછી તે સોએ ભગવાને કહેલી ત્રિપદીના આધારે દ્વાદશાંગીની અપૂર્વ રચના કરી. ત્યાર પછી ભગવાને ચતુર્વિધ સંઘની રચના કરી. અમૃતમય દેશના આપી. ગોશાળકની અંતિમ દશા છે ભગવાન કેવળજ્ઞાન પામ્યા પછી, અનુક્રમે વિહાર કરીને શ્રાવસ્તી પધાર્યા, ત્યારે યોગાનુયોગ ગોશાળક પણ તે નગરીમાં અગાઉથી આવેલો હતો. છે ગૌતમસ્વામીએ ભગવાનને પૂછ્યું કે આ ગોશાળક સર્વજ્ઞ કહેવરાવે છે તે સત્ય : છે ? ભગવાને કહ્યું કે, “તે મંખલીપુત્ર છે, તે સર્વજ્ઞ નથી.” નગરમાં આ વાત પ્રસિદ્ધ છે થઈ. આથી તે કોપાયમાન થયો, શીઘ્રતાથી પ્રભુ પાસે આવ્યો અને આવેશસહિત બોલવા લાગ્યો કે “હે કશ્યપ ! તું મને આ ગોશાળક છે અને મારો શિષ્ય હતો એમ હું કહેરાવે છે, તે તારું વચન મિથ્યા છે. તું મારો ગુરુ નથી. તે ગોશાળક તો મરણ પામ્યો છે છે. મારું નામ તો ઉદાયમુનિ છે.” For Private & Personal Use Only 1à« Statests કાકા કાકીની 93ó53;&ોઢે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy