________________
૧૨૪
:
S
= સમર્થ વાદી મળ્યો નહોતો. મારી એ તાલાવેલીની હોંશ પૂરી કરવા આ વાદી ફૂટી - નીકળ્યો લાગે છે. ઘણા સમયે મને વાદી મળ્યો છે તેથી ઘણો આનંદ થાય છે. તે - અરે વાદી ! તું જાણે છે હું શાસ્ત્રમાં નિપુણ છું. વ્યાકરણમાં પરિપૂર્ણ છું.
સાહિત્યમાં મારી બુદ્ધિ અખલિત છે. તર્કશાસ્ત્રનો તો હું પારગામી છું. તને દરેક છે. શાસ્ત્રમાં પરાસ્ત કરીશ. આવા અનેક તરંગોને સેવતો અને આનંદમગ્ન તે જાણે વાયુવેગે જ ( પ્રભુના સમવસરણની નજીક આવી પહોંચ્યો. અને સમવસરણની બહારનું શાંત, સૌમ્ય BY અને મનોહર વાતાવરણ જોઈ તે ક્ષોભ પામી વિચારવા લાગ્યો કે કયાં યજ્ઞનો કોલાહલ, 8 પશુઓનો દયાર્ટ પોકાર, પંડિતોના બુલંદ અવાજો, અને કયાં આ સ્થાનની શાંતિ અને
સૌમ્યતા? ત્યાં તેને પ્રભુની દેશનાના શબ્દોનું શ્રવણ થયું. તે વિચારવા લાગ્યો કે અરે! - આ તો અભણ લાગે છે. સંસ્કૃત ભાષા છોડીને કોઈ સામાન્ય ભાષામાં બોલે છે. આમ છે વિચારતાં તેણે સમવસરણમાં પ્રવેશ કર્યો. ત્યાં તેણે ચોત્રીસ અતિશયયુક્ત, સુવર્ણના આ સિંહાસન પર બિરાજમાન, ઇંદ્રોથી પૂજાતા, અમૃતમય વાણીથી દેશના આપતા જગદંઘ ને પ્રભુ મહાવીરની સન્મુખ જોયું. અને આશ્ચર્યચકિત થઈને પગથિયા પર જ ઊભો ઊભો 2 વિચારવા લાગ્યો. અહો ! હું શું જોઈ રહ્યો છું? ર. ઇંદ્રભૂતિનો ક્ષોભ તો આ કોઈ બ્રહ્મા, વિષ્ણુ કે શંકર છે? ચંદ્ર છે? પણ આ તો ચંદ્રની જેમ કલંકસહિત 11] નથી. સૂર્ય છે ? પણ ના, સૂર્યની કાન્તિ સામે જોઈ શકાતું નથી ત્યારે આ સૌમ્ય એ કાન્તિવાળા છે. તો શું મેરુ હશે ? ના, તે પણ નથી. મેરુ તો અત્યંત કઠણ છે અને આ તો . કોમળ છે. જરા ભીરુ કામદેવ હશે ? ના, કામદેવને તો શરીર નથી; આ તો શરીરહિત છે
છે. સાંભળવા પ્રમાણે આ તો સર્વદોષરહિત સર્વગુણસંપન્ન એવા છેલ્લા તીર્થંકર ભગવાન રે મહાવીર છે. આમ વિચારી ને મનમાં કંઈ ક્ષોભ પામ્યો અને ચિંતામાં પડી ગયો. - તે વિચારવા લાગ્યો કે આની સાથે વાદ કરવાનું મેં ખોટું સાહસ કર્યું. અત્યાર જ સુધી મેળવેલી કીર્તિનું હવે કેમ રક્ષણ કરવું ? જગતના સર્વ વાદીને તો જીત્યા હતા,
આ એકને ન જીત્યો હોત તો શું રહી જવાનું હતું ? એક ખીલી કાઢવા કંઈ આખા હ, મહેલને તોડવાની મૂર્ખાઈ થાય ? મેં ખરેખર વગર વિચાર્યું એવું જ કર્યું છે. ખરેખર
દુબુદ્ધિ સૂઝી કે આ મહાજ્ઞાની સર્વાને જીતવા નીકળ્યો. હવે શું બોલવું ? તેમની સ
Bક માકેરીને છેકે
કડક
Fin Educatenternational
જનrઇન
For Private & Personal Use Only
www.jainelibrary.or ઇત્ત ન જ. Iકાજ #
જણાધાન IIછીન્ન રે."