SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ અગ્નિભૂતિ – હે વડીલ બંધુ ! સામાન્ય એવા વાદીને જીતવા આપને જવાની આ જરૂર નથી. મને જ આજ્ઞા આપો. હું સત્વરે તેને પરાસ્ત કરીને આવું છું. ઇંદ્રભૂતિ – તારી વાત સાચી છે. આ કાર્ય તો મારો એક શિષ્ય પણ કરી શકે છે આ પણ વાદીનું નામ સાંભળીને મારાથી રહેવાતું નથી. તલ પીલતાં જેમ એકાદ તલ રહી છે દર જાય, કે ખેતરમાં ઘાસ કાપતાં તણખલું રહી જાય, અથવા અગમ્ય ઋષિને સર્વ છે સમુદ્રનું પાણી પીતાં કોઈ સરોવર રહી ગયું, તેમ જગતના સર્વ વાદીઓને જીતી લેતાં હજી હું આ એક વાદી રહી ગયો છે. તે તો ઠીક પણ વળી તે સર્વજ્ઞ કહેવડાવે છે. હવે જો એક જ - વાદી જીતવો મારે બાકી રહી જાય તો મારી વિજયપતાકાનો યશ નષ્ટ થઈ જાય. હી વહાણમાં પડેલું નાનું છિદ્ર આખા વહાણને ડુબાડી દે છે. મજબૂત કિલ્લાની એક ઇટ ) ખસે તો આખો કિલ્લો તોડી શકાય છે. માટે હે ભાઈ ! જગતના સર્વ વાદીઓને આ - જીતીને મેળવેલી કીર્તિના રક્ષણ માટે પણ મારે જાતે જ જવું પડશે. છે આ પ્રમાણે ભાઈને સમજાવીને બાર તિલકવાળો, સુવર્ણની જનોઈવાળો, ઉત્તમ છે નાં વસ્ત્રોમાં સજ્જ, પાંચસો શિષ્યો સહિત તે ઇંદ્રભૂતિ પ્રભુ મહાવીર સાથે વાદ કરવા છે ત્યાંથી નીકળ્યો. તેના શિષ્યો તેની સ્તુતિ ગાતા આનંદમાં મગ્ન હતા. તે બોલતા હતા ? - હે સરસ્વતીના પુત્ર! હે વાદિમતભંજન! હે વાદિતરુ-ઉમૂલન કરવાવાળા ! વિજ્ઞાનભ્રાતા ! રહે સરસ્વતીલબ્ધ પ્રસાદ ! તમારો જય હો ! શિષ્યોના અવાજથી વાતાવરણ ગાજી ઊડ્યું હતું. - ઇંદ્રભૂતિનો અહંકાર ઇંદ્રભૂતિ જેમ જેમ પ્રભુની નજીક આવતો ગયો તેમ તેમ તેનો અહંકાર તેજ થતો હશે ગયો. તે વિચારવા લાગ્યો કે, અરે ! આ માણસને આવું શું સૂઝયું કે સર્પને છંછેડવા જેવું છે ન કર્યું ? બિલાડાની દાઢ પાડવાનું ઉંદર વિચારે ? કેસરીની કેશવાળી ખેંચવાનું સસલાં સાહસ કરે ? તેમ આ નગરીમાં આ માણસે સર્વજ્ઞપણાનું સાહસ કર્યું છે. અરે ! એણે ) તો પવન સામે અગ્નિ સળગાવ્યો, અને શરીરના સુખ માટે ખંજવાળ આવે તેવા કવચને છે - આલિંગન કર્યું. આગિયાનો પ્રકાશ કે ચંદ્રની ચાંદની સૂર્યનો પ્રકાશ ન થાય ત્યાં સુધી જ જણાય છે. સૂર્યનો પ્રકાશ થતાં તે ઝાંખાં પડી જાય છે, જોકે ઘણા સમયથી મને કોઈ AMA ACARA
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy