SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ WWW .WYPAY UVALU PHUN 603 AVEVATAVA VEYVAV ૧૨૦ પ્રભુ પરમાત્મપદને પામ્યા દીક્ષાકાળ પછી બાર વર્ષ અને સાડા છ માસ વ્યતીત થયે ભગવાન મહાવીર - ગ્રીષ્મકાળના વૈશાખ માસના શુકલ પખવાડિયાની દશમી તિથિએ મધ્યાહન કાળે વિજય રે નામના મુહૂર્તમાં કુંભિકગ્રામ નામના નગરની બહાર ઋજુવાલિકા નદીને કાંઠે એક જીર્ણ મંદિરની નજીક એક નિર્દોષ ભૂમિમાં શાલ નામના વૃક્ષની નીચે શુકલધ્યાનની શ્રેણીમાં આરૂઢ થયા હતા. નિર્જળ છઠ્ઠ વડે યુક્ત હતા, તેવા શ્રમણ ભગવાન મહાવીરને શુકલ ધ્યાનના છેલ્લા બે ભેદમાં વર્તતાં કેવળજ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયાં. તે જ પ્રભુ પરમાત્મપદને પામ્યા. પ્રભુનું કેવળજ્ઞાન કોઈપણ વસ્તુ વડે વ્યાઘાતરહિત પરમ શુદ્ધ અને લોકાલોકપ્રકાશક હતું. સમસ્ત વિશ્વના જીવ-અજીવના દ્રવ્ય, ગુણ અને છે. પર્યાયોના સામાન્ય અને વિશેષ ધર્મોને તેઓ યુગપતુ જાણનારા થયા. તે જ્ઞાન અનંત તિ એ ગુણોવાળું અને નિરાવરણ હતું. પ્રભુએ ચાર ઘાતિકર્મનો આત્યંતિકપણે નાશ કર્યો હતો. પણ જ તેના ફળસ્વરૂપે અનંત ગુણોયુક્ત અવિનાશી એવું કેવળજ્ઞાન પ્રભુને પ્રગટ થયું હતું. કેવળજ્ઞાનની પ્રાપ્તિ વડે પ્રભુ અહંત થયા, એટલે અશોક વૃક્ષાદિ પ્રાતિહાર્યની આ એ પૂજાને યોગ્ય થયા. તીર્થકર નામકર્મનો એવો પુણ્યતિશય હોય છે. પ્રભુ તો નિઃસ્પૃહ છે - પણ પુણ્યકર્મનો ઉદય તેઓ ટાળી શકતા નથી. વળી તેઓ પુણ્યમાં રોકાતા પણ નથી. જે તેમનો પૂર્ણજ્ઞાનાતિશય એવો પ્રબળ હોય છે કે તેમને જગતમાં કોઈ પ્રતિબંધ થતો નથી. તેઓ સર્વથા અપ્રતિબદ્ધ હોય છે. ગણધરવાદ પૂર્વે શું બન્યું? ધરતી પર પ્રભુ અનુપમેય કેવળજ્ઞાન પામ્યા છે તે જ ક્ષણે ઇદ્રનું સિંહાસન કંપવા અને લાગ્યું. અવધિજ્ઞાન વડે હે પ્રભુના અતિ મહિમાવંત કેવળજ્ઞાનને જાણ્યું, અને તરત જ અન્ય દેવોથી પરિવરેલા તેમણે ધરતી પર સમવસરણની રચના કરી. તેના સિંહાસન પર બિરાજમાન થઈને પ્રભુએ આચાર પ્રમાણે દેશના આપી. પણ આશ્ચર્ય ! કોઈ ને ભગવાનની અમૃતવાણીને પાત્ર હાજર ન હોવાથી કોઈને વિરતિ પરિણામ થયા નહિ છે અને દેશના ફળી નહિ. પ્રભુ તો ત્યાંથી વિહાર કરીને અપાપાપુરીના મહાસન ઉદ્યાનમાં પધાર્યા.
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy