________________
૧૧૯
= દ્રવ્યથી અપ્રતિબદ્ધ સ્ત્રી પુત્ર મિત્ર આદિ સજીવ પદાર્થો કે વસ્ત્રાભૂષણ આદિ = અજીવ પદાર્થો કે બંને મિશ્ર પદાર્થોમાં પ્રભુને આત્યંતિક અભાવ હતો. તેવાં દ્રવ્યોના
ગમે તેવા સંયોગ કે વિયોગમાં પ્રભુ અપ્રતિબદ્ધપણે રહેતા હતા. સંસારનો બંધ કરનારા કોઈ પદાર્થનો પ્રભુને પ્રતિબંધ ન હતો. તે સર્વથા અપ્રતિબદ્ધ હતા. - ક્ષેત્રથી અપ્રતિબદ્ધ : દેહ, ઘર, ગ્રામ, નગર, ખેતર, ધરતી કે આકાશ જેવા ર કોઈ ક્ષેત્રથી પ્રભુ અપ્રતિબદ્ધ હતા. એમાંનાં કોઈપણ ક્ષેત્ર મારાં છે એવા સંસારનો બંધ 3 કરનારા મમત્વાદિથી પ્રભુને પ્રતિબંધ ન હતો. તેઓ સર્વથા અપ્રતિબદ્ધ હતા.
કાળથી અપ્રતિબદ્ધ સમય જેવો અત્યંત સૂક્ષ્મ કાળ, શ્વાસોચ્છવાસના પ્રમાણવાળો 1 કાળ, ક્ષણ, મુહૂર્ત, રાત્રિ, દિવસ, અઠવાડિયાં, પખવાડિયાં, મહિના, વર્ષ કે યુગ જેવા કે લાંબા યોગમાં આ મને અનુકૂળ છે કે આ મને પ્રતિકૂળ છે એવા સમય માટે પ્રભુને ૩ પ્રતિબંધ ન હતો. તેઓ સર્વથા અપ્રતિબદ્ધ હતા. = ભાવઅપ્રતિબદ્ધતા ઃ ક્રોધ, માન, માયા, લોભ જેવા કષાયોમાં, ભય, હાસ્ય, = પ્રેમ, દ્વેષ કે ક્લેશ જેવા કષાયોથી પ્રભુ અત્યંત અપ્રતિબદ્ધ હતા. આળ, આરોપ, { વિકથા, હર્ષ, શોક, માયા, કપટ, અસત્યાદિ કે મિથ્યાદર્શન જેવા ભાવોથી પ્રભુ અત્યંત
અપ્રતિબદ્ધ હતા. છે. કોઈપણ પ્રકારે આ મારું છે તેવા સાંસારિક ભાવથી ભગવાન અત્યંત અપ્રતિબદ્ધપણે વિહરતા હતા.
ભગવાને કેવાં તપ આદર્યા હતાં ? - એક છમાસી, બીજી છમાસીમાં પાંચ દિવસ ઓછા, નવ ચારમાસી, બે ત્રણ માસી, માં બે અઢી માસી, છ બેમાસી, બે દોઢમાસી, બાર માસક્ષમણ, બોંતેર પક્ષક્ષમણ, બાર 2 અઠ્ઠમ, બસો ઓગણત્રીસ છઠ્ઠ, એક સર્વતોભદ્ર પ્રતિમા દસ દિવસની, એક મહાભદ્ર
પ્રતિમા ચાર દિવસના પ્રમાણની, એક ભદ્ર પ્રતિમા બે દિવસની. લગભગ સાડા બાર ૩ વર્ષમાં ભગવાને ત્રણસો પચાસ દિવસ પારણું કર્યું હતું. સર્વ તપ જળરહિત કર્યા હતાં. - નિત્ય સળંગ ભોજન તો પ્રભુએ કર્યું જ ન હતું. પ્રભુ ઇંદ્રિયવિજેતા હતા.
.
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org