SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ છે. હર્ષાશ્રુ સાથે તે બોલી “પધારો, પ્રભુ પધારો અને બળ કરીને તે ઉંબરા વચ્ચે બેડી સહિત ઊભી રહી. તે પોતાની સઘળી વિપત્તિ ભૂલી ગઈ અને પ્રભુને વંદન કરી બોલી. આ “હે પ્રભુ ! આજે મારાં ધન્યભાગ્ય છે કે આપ આ દાસી સમક્ષ આવીને ઊભા છો. તેની ભાવનાપૂર્તિ માટે પધાર્યા છો, પણ મારું ભાગ્ય કંઈક હણું છે. તેથી આપને ઉચિત ભોજન આપી શકતી નથી. છતાં આ બાકુળા ગ્રહણ કરીને મને ધન્ય બનાવો, દે પ્રભુ આપના દર્શન માત્રથી મારા દુઃખનો નાશ થયો છે.” છે. કદાચ આ ઘડી માટે જ કર્મરાજાએ આ નાટક ભજવ્યું હશે ? તપસ્વી પ્રભુએ છે. ચંદના પ્રત્યે અમદષ્ટિ કરીને જોયું. તેમના માનસપટ પર અભિગ્રહ માટે જે સંકેતો વિ અંકિત થયો હતો તે પૂર્ણ થયેલો જાણી, પ્રભુએ પોતાના કર ચંદના સામે પ્રસાર્યા, ચંદનાએ હર્ષોલ્લાસ સહિત પ્રભુને અડદના બાકુળા અર્પણ કર્યા. પ્રભુને પારણું થયું છે. સત્ય પાત્ર અને પુરુષનો યોગ થતાં તે જ સમયે ચંદના પગની જંજીરોથી મુક્ત થઈ, અને પરિભ્રમણની મુક્તિનું બીજ પણ પામી ગઈ. તે સમયે શું બન્યું? મુક અભિગ્રહ પૂર્ણ થવાથી દેવતાઓ પ્રસન્ન થઈને તે જ સમયે હાજર થયા. તીર્થકરનાર આ પુણ્યાતિશયના બળે, ત્યાં દેવતાઓ વડે પાંચ દિવો પ્રગટ થયાં. વળી ઇન્દ્રરાજની વેક્રિય જ લબ્ધિ વડે તત્કાળ ચંદનાની બેડીનું સ્થાન સુવર્ણનૂપુરે લીધું. કેશકલાપ પૂર્વની જેમ મસ્તકે શોભી ઊઠ્યો. શરીરે સુંદર વસ્ત્રાલંકાર ધારણ થયાં અને ચંદનાની સુધા તો છે 2. પ્રભુની અમીદષ્ટિથી શાંત થઈ ગઈ હતી. પ્રભુના પારણાથી પ્રસન્ન થયેલા દેવતાઓ દુંદુભિના બુલંદ ધ્વનિ સહિત નૃત્ય કરવામાં લાગ્યા. દુંદુભિના નાદથી રાજા, પ્રજા સૌએ જાણ્યું કે પ્રભુને પારણું થયું છે. રાજા, રાણી, મંત્રી મોટા પરિવાર સાથે, અને ચારે દિશાઓથી નાગરિકોનો મોટો સમૂહ ધનાવહ શેઠને આંગણે એકઠો થયો. દિવસોથી પ્રભુના પારણા માટે અધીરાં બનેલાં રાજા-પ્રજા સૌ પ્રસન્ન થયાં. ધનાવહ લુહાર લઈને આવી પહોંચ્યા, ત્યારે તે આ ભીડ જોઈને આશ્ચર્ય પામ્યા. માંડ માંડ માર્ગ કરીને ઘરમાં આવ્યા, અને જે દશ્ય જોયું છે દ તેનાથી અત્યંત પ્રસન્ન થયા. પ્રભુને વંદન કરી પોતે ધન્ય થયા. ઉપસ્થિત રહેલા કેટલાક ભવ્ય જીવો આ દેશ્ય નિહાળી ધન્ય થઈ ગયા. For Private & Personal Use Only www.jainelibrary.orbr BY:
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy