SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યું હોવાથી પોતાના શિષ્યોને ઘણો જ અલ્પ પાઠ આપી શકતા હતા. આથી કંટાળીને ૯૯ શિષ્યો અભ્યાસ છોડી ચાલી ગયા. ફક્ત સ્થૂલભદ્ર દશપૂર્વ શીખ્યા પણ પછી તમનો દોષ થવાથી તેમને બાકીના પૂર્વ શીખવવાની ના પાડી. પરંતુ જ્યારે તેમણે અત્યંત નમ્રપણે ક્ષમા માગી ત્યારે તથા સંઘની વિનંતીથી ભદ્રબાહુએ સ્થૂલભદ્રને થાકીના ચાર પૂર્વ તેઓ અન્યને શીખવે નહિ તેવી શરતે શીખવ્યા. મહાવીર-નિર્વાણ પછી ૧૭૦ વર્ષ વીતી ગયા પછી ભદ્રબાહુ સમાધિપૂર્વક = સ્વર્ગલોક પામ્યા. - જેને સાહિત્યનો સર્વોત્કૃષ્ટ અને પવિત્ર ભાગ તે ૪૫ આગમો છે. તેમાંના એટલાકના કર્તાઓનાં નામ આપવામાં આવ્યાં છે. દશવૈકાલિકના કર્તા શäભવ, શાશ્રુતસ્કંધ તથા વ્યવહારસૂત્રના કર્તા ભદ્રબાહુ બતાવવામાં આવ્યા છે. આ ૪૫ ૨ આગમો મહાવીરે પ્રરૂપ્યા છે એમ કહેવાનો અર્થ એવો નથી કે તેમણે સાક્ષાત્ આ અંગઉપાંગોની રચના કરી છે. પણ તેનો ભાવાર્થ એમ છે કે આગામોમાં વર્ણવેલી કીકતો તેમણે ઉપદેશી હતી. ઘણાંખરાં સૂત્રોની શરૂઆતમાં આપેલી નોંધ ઉપરથી જણાય છે કે તે સુધર્માસ્વામીએ જંબુસ્વામીને કહ્યાં હતાં. ભદ્રબાહુના સમયમાં અગિયાર કિ (ાંગો મોજૂદ હતાં એમ હકીકત પરથી જણાય છે. તે છેલ્લામાં છેલ્લે જેનસૂત્રોનું પુસ્તકાધિરોહણ સામાન્ય અને પ્રાચીન માન્યતાના આધારે વિ. સં. ૯૮૦માં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ કર્યું હતું. દેવર્ધિગણિએ ૪૫ આગમોને નષ્ટ થતાં જોયા ત્યારે તેમણે વલભીપુરના સંઘની મદદથી તે પુસ્તકારૂઢ કરાવ્યાં. એ હિં પહેલાં આચાર્યો શિષ્યોને પુસ્તકની અપેક્ષા સિવાય મુખપાઠ જ સૂત્ર શીખવતા હતા તે હમ રોડવે પુસ્તકની સહાયથી શીખવવા લાગ્યા. છેજેને ધર્મના બુદ્ધઘોષ દેવર્ધિગણિએ ખાસ કરીને સમગ્ર સાંપ્રદાયિક જૈન સાહિત્ય કે આ જે તે વખતનાં પુસ્તકોમાંથી અને વિદ્યમાન આચાર્યોના મુખેથી મળ્યું હતું, તે સર્વ આગમોના રૂપમાં ગોઠવ્યું. આ કાર્ય ઘણું મોડું થયું હતું તેથી ઘણા આગમો તો જર્જરિત છે (ાઈ ગયા હતા. તેમાંથી અમુક ત્રુટક ત્રુટક ભાગ જ બાકી રહ્યા હતા, તેને દેવર્ધિ” પોતાને ઠીક લાગ્યું તે પ્રમાણે અનુસંધિત કર્યા, ઘણા આગમોમાં અસંબદ્ધ અને
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy