SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ છે. ભગવાન છે. આથી ભય પામી કોટવાળે ભગવાનને છોડી દીધા, અને તેમની ક્ષમા આ યાચી. ત્યાર પછી ગોશાળાને પ્રભુનો શિષ્ય જાણી છોડી દીધો. છે ત્યાર પછી પ્રભુએ પૃષ્ઠચંપા નગરીમાં ચોમાસી તપ વડે ચાતુર્માસ નિર્ગમન કર્યું. છે ત્યાંથી વિહાર કરી વનઉપવન વટાવી શ્રાવસ્તી નગરીમાં પધાર્યા. પ્રભુ તો કાઉસગ્ગ ધ્યાને હતા. ગોશાળાએ ભિક્ષા લેવા જવા પૂછ્યું ત્યારે ઉપસ્થિત વ્યંતરે જવાબ આપ્યો કે, “તને આજે માનવનું માંસ ખાવા મળશે. આથી બિચારો સાવચેત રહી વૈશ્યોનાં ઘર છે શોધી ભિક્ષા લેવા નીકળ્યો. ત્યારે એવું બન્યું કે તે નગરીમાં પિતૃદત્ત નામે વૈશ્યની ભદ્રા સ્ત્રીને મૃતક બાળકો જન્મતાં હતાં. કોઈ નિમિત્તિયાએ તેને સલાહ આપી હતી કે, તારે જ એ મરેલા બાળકનું માંસ દૂધપાકમાં રાંધીને કોઈ ભિક્ષુકને આપવું. હવે એ જ દિવસે જ ભદ્રાને મૃત બાળક જન્મ્યો હતો. અને દૂધપાક રાંધીને દાસી રાહ જોઈ રહી હતી. આ બિચારો ગોશાળો ત્યાં આવી ચઢયો અને ખુશ થતો દૂધપાકની ભિક્ષા નિર્દોષ છે કે જ એમ જાણી ખાઈ ગયો. ત્યાર પછી તેણે પ્રભુ પાસે આવી નિવેદન કર્યું. ત્યારે વ્યંતરે છે કહ્યું કે, તું વમન કરીને ખાતરી કરી જો. ગોશાળાએ તેમ કર્યું તો વમનમાં માંસ તે જણાયું. આથી ગુસ્સે થઈ તે જગ્યાએ પાછા જઈને તેણે શાપ આપ્યો કે, મારા IIM ધર્માચાર્યના તપતેજથી તમારો વાસ બળી જાઓ. યોગાનુયોગ પેલા વ્યંતરે પોતાની શક્તિ વડે તે વાસને આગ લગાડી દીધી અને તે વાસને બાળી નાખ્યો. આમ ગોશાળક એ પ્રભુ સમીપે છતાં ભવિતવ્યને યોગે જ્યાં ત્યાં આથડી પડતો હતો. ત્યાંથી વિહાર કરી પ્રભુ હરિદ્ર નામના સન્નિવેશની બહાર કાઉસગ્ગ ધ્યાને રહ્યા હતા. તે જગાએ કેટલાક મુસાફરોએ ઠંડીથી બચવા અગ્નિ સળગાવ્યો હતો. સવાર થતાં છે તે બુઝાવ્યા વગર તેઓ ત્યાંથી વિદાય થયા. પવનનો યોગ પામી તે અગ્નિ ધીરે ધીરે Bણ ફેલાતો ગયો અને પ્રભુના પગને દઝાડતો ગયો. પ્રભુ તો જાણે કર્મરૂપ ઈંધન બળતાં હોય એ તેમ ધ્યાનરૂપ અગ્નિમાં મગ્ન રહ્યા. પગ દાઝયા, પણ પ્રભુ તો સ્થિર હતા. અગ્નિને શિ ફેલાતો જોઈ ગોશાળો તો દૂર ભાગી ગયો હતો. અગ્નિ શાંત થતાં તે પાછો આવ્યો. કિ. ત્યાર પછી પ્રભુ આગળ વિહાર કરતા રહ્યા. ગોશાળો પ્રકૃતિ મુજબ ટીખળ કરતો જ રહ્યો. કયાંક માર ખાતો ગયો. ઘોર કર્મોને આમંત્રણ આપી ખપાવી દેવાનાં હોય તેમ જ છે. પ્રભુએ અનાર્ય દેશમાં પ્રવેશ કર્યો. અજ્ઞાની લોકોએ પ્રભુને ઘણા પ્રકારે ત્રાસ આપ્યો. જ મારા કાકી ની શાન : ) RSS ucin Education International Private & Pers
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy