________________
( છાનોમાનો આ શૂન્યઘરમાં આવ્યો. ગાઢ અંધકારમાં તેણે કોઈને જોયા નહિ, અને
દાસી સાથે રતિક્રીડા કરવા લાગ્યો. ગોશાળો તે બંનેને જોઈને હસી પડ્યો. આથી તે ધ સિંહે તેને ખૂબ માર્યો. ત્યારે ગોશાળો પ્રભુને કહેવા લાગ્યો કે તમે તો મને માર પડ્યો છે છે તો પણ બચાવ્યો નહિ ? ત્યારે વળી પેલા સિદ્ધાર્થ વ્યંતરે જવાબ આપ્યો કે, તારે
કોઈની મશ્કરી કરવી નહિ. આ વ્યતરને ઇંદ્ર પ્રભુની અનિચ્છા છતાં સેવામાં મૂકયો ન હતો. તે ક્યારેક અદશ્યપણે ગોશાળાને જવાબ આપતો હતો.
માન, ન માન, મેં તેરા મહેમાનની જેમ ગોશાળો પ્રભુની સાથે ફરતો હતો. પ્રકૃતિ મુજબ ટીખળ કરતો અને કયારેક માર ખાતો હતો. ગામેગામ વિહાર કરતાં પ્રભુ
કુમારસન્નિવેશમાં ચંપકરમણીય નામના ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. તે સમયે શ્રી આ પાર્શ્વનાથ ભગવાનના સંતાનીય શિષ્ય મુનિચંદ્ર નામના આચાર્ય ઘણા શિષ્યોના પરિવાર છે
સહિત વિહાર કરતા તે ગામના એક કુંભારની શાળામાં રહ્યા હતા. ગોશાલાએ . વસ્ત્રધારી સાધુઓને જોઈને પૂછયું કે, તમે કોણ છો ?
- તેઓ બોલ્યા, અમે નિગ્રંથ છીએ. - ગોશાલો - અરે તમે નિગ્રંથ કયાં અને મારા ધર્માચાર્ય કક્યાં ? તેઓ ભગવાન
મહાવીરને જાણતા ન હતા તેથી બોલ્યા કે, જેવો તું છું તેવા જ તારા ધર્માચાર્ય હશે. કે આથી ગોશાળાએ ગુસ્સે થઈને શાપ દીધો કે, “મારા ધર્માચાર્યના તપતેજથી તમારો આ રે
નિવાસ બળી જાઓ.' પેલા સાધુઓએ કહ્યું કે, અમે તારાથી કે તારા શાપથી ડરતા પર નથી. વળી શાપ દેવા છતાં આશ્રયસ્થાન બળ્યું નહિ તેથી ગોશાળો વીલે મુખે ત્યાંથી જ પાછો ફર્યો અને તેણે પ્રભુ પાસે આ સર્વ વાતનું નિવેદન કર્યું. ત્યારે પણ ઉપસ્થિત તે - સિદ્ધાર્થે જવાબ આપ્યો કે “હે મૂર્ખ ! તેઓ પ્રભુ પાર્શ્વનાથના શિષ્યો છે. તે સાધુઓનું - સ્થાન તારા શાપથી બળે નહિ.”
છે. ત્યાર પછી પ્રભુ વિહાર કરી ચોરા નામના ગામમાં આવ્યા. ત્યાં પ્રભુને અને રે ગોશાળાને છૂપી બાતમી લઈ જનારા જાસૂસો જાણી કોટવાળ પકડીને જેલમાં પૂરવા છે લઈ જતો હતો. પ્રથમ ગોશાળાને જેલમાં પૂર્યો અને પ્રભુને હજી તેઓ લઈ ગયા છે
હતા. ત્યાં સોમા અને જયંતી નામની બે સંન્યાસિની જતી હતી. તેમણે કોટવાળને કહ્યું - કે, હે મૂર્ખ ! તમે જેને મારવા ઇચ્છો છો તે તો સિદ્ધાર્થ રાજાના પુત્ર શ્રી મહાવીર
Main Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org