SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ELS LOCEPHEBOH D a le C જx v w x yજ : 1:1srK * , તતા ગજ જ જ મ ગ ભગવાનનાં દસ સ્વપ્નનું ફળ ૧. તાડ જેવા ઊંચા પિશાચને હણ્યો, તેથી થોડા સમયમાં મોહનીય કર્મરૂપી = પિશાચને હણશો. ૨. આપની સેવામાં શ્વેત પક્ષી જોયું તેનું ફળ આપ શુકલધ્યાનને ધારણ કરશો. = ૩. વળી આપની સેવામાં કોયલ જેવું વિચિત્ર સ્વપ્ન જોયું તેથી આપ દ્વાદશાંગની પ્રરૂપણા કરશો. ૪. વળી આપે તેવામાં ગાયોનો સમૂહ જોયો તેથી સાધુ, સાધ્વી, શ્રાવક અને ૪ શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરશો. કે ૫. આપ સમુદ્ર તર્યા તે જોયુ તેથી સંસારસમુદ્રને તરી જશો. ૬. આપે ઊગતો સૂર્ય જોયો તેથી આપ કેવળજ્ઞાન પામશો. ૭. આપે જોયું કે આંતરડાં વડે માનુષોત્તર પર્વતને વીંટી લીધો. તેથી આપની યશકીર્તિ ત્રણ લોકમાં વ્યાપી જશે. ( ૮. આપ સ્વપ્નમાં મેરુ પર્વતના શિખર પર ચડ્યા તેથી આપ સમવસરણમાં સિંહાસન પર ચઢી દેવો અને મનુષ્યોની સભામાં ધર્મની સ્થાપના કરશો. A ૯. આપે દેવોથી શોભિત પધસરોવર જોયું તેથી ચારે નિકાયના લોકો આપની સેવા હું કરશે. ૧૦. આપે સ્વપ્નમાં બે પુષ્પમાળાઓ જોઈ તેનો અર્થ મારી સમજમાં આવ્યો નથી. તે છેભગવાને કહ્યું કે, ઉત્પલ ! સાધુધર્મ અને શ્રાવકધર્મ એમ બે પ્રકારના ધર્મોનો ઉપદેશ કરીશ. આ પ્રમાણે સ્વપ્નદર્શન-ફળને જણાવી ઉત્પલ તથા સૌ સ્વસ્થાને ગયા. પ્રભુએ પૂરું ચોમાસું ત્યાં રહી ઉગ્ર તપશ્ચર્યા કરી. છે ત્યાર પછી અસ્થિગ્રામથી વિહાર કરી પ્રભુ મોરાક સન્નિવેશના બહારના ઉદ્યાનમાં પ્રતિમા ધારણ કરીને રહ્યા. ત્યાંથી વિહાર કરીને પ્રભુ શ્વેતાંબાનગરી તરફ ચાલ્યા. ત્યાં માર્ગમાં તેમને ગોવાળિયા મળ્યા. તેમણે કહ્યું, “ભગવાન ! એ માર્ગે આપ જશો નહિ. આ ત્યાં રસ્તામાં ચંડકૌશિક નામે એક દષ્ટિવિષ સર્પ રહે છે. તેનું વિષ કાતિલ છે. ત્યાં કે જીવજંતું પણ જીવતાં નથી અને તેણે ત્યાં જતાં ઘણા માણસોના પ્રાણ હરી લીધા છે. હું સં
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy