________________
૨૨
લોગસ્સસૂત્ર સ્વાધ્યાય તેનાથી ફળ કેમ પ્રાપ્ત થાય ? આ પ્રશ્ન સંગત નથી, કારણ કે શું અચેતન એવા પણ ચિંતામણિ વગેરે ફળ નથી આપતા ?' આમ કહી ફરી પ્રશ્ન ઉઠાવ્યો છે કે-“જો તે ભગવંતો પ્રસન્ન નથી થતા, તો શા માટે “પ્રસન્ન થાવ એવો વ્યર્થ પ્રલાપ કરવો ?” તેનું સમાધાન આપતાં જણાવ્યું છે કે- (વસ્તુત:) એમ નથી. ભક્તિના અતિરેકથી એમ બોલવામાં પણ દોષ નથી અર્થાત્ એમ બોલવાથી અતિશય ભક્તિ પ્રકટ કરાય છે.૬૩
દે. ભા. તથા નં. વૃ. જણાવે છે કે-જો કે શ્રીતીર્થંકરભગવંતો વીતરાગ આદિપણાથી પ્રસન્ન થતા નથી; તો પણ અચિંત્યપ્રભાવશાળી ચિંતામણિ રત્ન આદિની માફક મનની શુદ્ધિપૂર્વક તેમની આરાધના કરનાર ઇચ્છિત ફળને મેળવે છે. ૨૪
સારાંશ એ છે કે–ીતીર્થંકરભગવંતો રાગ-દ્વેષથી રહિત હોવાથી તેમની સ્તુતિ કરનાર કે નિંદા કરનાર ઉપર રાજા વગેરેની જેમ પ્રસન્ન કે અપ્રસન્ન થતા નથી. તો પણ જેમ ચિંતામણિ રત્નથી ફળની પ્રાપ્તિ થાય છે તેમાં વસ્તુસ્વભાવ કારણ છે, તેમ શ્રીતીર્થંકરભગવંતની સ્તુતિ આદિ દ્વારા જે ઇષ્ટ ફળની પ્રાપ્તિ આરાધકને થાય છે, તેમાં તે ભગવંતનું સ્વાભાવિક સામર્થ્ય કારણ છે. વળી, સ્તુતિ આદિમાં પ્રધાન આલંબન શ્રીતીર્થકરભગવંત હોવાથી આરાધકને થતી ઇષ્ટપ્રાપ્તિ સ્તોતવ્યનિમિત્તક કહેવાય છે, એટલે કે શ્રીતીર્થકરભગવંતને ઉદ્દેશીને અંતઃકરણના ભાવપૂર્વક કરાયેલી સ્તુતિ આદિથી આરાધકને જે અભિલષિન ફળની પ્રાપ્તિ થાય છે, તેમાં પ્રધાન નિમિત્ત શ્રીતીર્થંકરભગવંત છે, એથી એ ફળપ્રાપ્તિને એમની જ પ્રસન્નતા તરીકે ઓળખાવવામાં આવે છે. તદુપરાંત આરાધકને પ્રાપ્ત થતા ઇષ્ટફળના કર્તા અને સ્વામી પણ નૈગમાદિ નયો શ્રીતીર્થંકરભગવંતને જ માને છે.
આ પ્રમાણે “પક્ષીયંત પદ–(વાસ્તવિક રીતે જોતાં શ્રી તીર્થંકરભગવંતો પ્રસન્ન બનતા ન હેવા છતાં, તેમની સ્તુતિ આદિ દ્વારા પ્રાપ્ત થતી અભીષ્ટ ફળપ્રાપ્તિને તેમની જ પ્રસન્નતા. માની) “પ્રસન્ન થાવ'—એ અર્થમાં સિદ્ધ થાય છે.
ક્ષિત્તિ-વંવિય-મનિ વક્રીતિ-વનિત-મતા: ]- કીર્તન કરાયેલા, વંદન કરાયેલા અને પૂજા કરાયેલા.
८3. ते च वीतरागत्वाद्यद्यपि स्तुताः तोषं निन्दिताश्च द्वेषं न यान्ति, तथापि स्तोता स्तुतिफलं निन्दकश्च निन्दाफल
माप्नोत्येव यथा चिन्तामणिमन्त्राधाराधकः, यदवोचाम वीतरागस्तवे । अप्रसन्नात् कथं प्राप्यं फलमेतदसङ्गतम् । વિન્નામગ્યા: f , નત્યપિ વિવેતન: III इत्युक्तमेव, अथ यदि न प्रसीदन्ति, तत्कि प्रसीदन्त्विति वृथाप्रलापेन ? नैवं भक्त्यतिशयत एवमभिधानेऽपि न તોષઃ |
–યો. શા. સ્વ. વિ., ૫. ૨૨૭ આ.
–ધ. સં. ૫. ૧૫૭ આ. ८४. यद्यप्येते वीतरागादित्वान्न प्रसीदन्ति तथापि तानचिन्त्यमाहात्म्योपेतान् चिन्तामण्यादीनिव मन:शुद्ध्याऽऽराधयन्नभीष्टफलमवाप्नोति ।
–દેભા., પૃ. ૩૨૫
–વં પૃ., પૃ. ૪૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org