________________
લોગસસૂત્રનું સ્વરૂપ :
લોગસ્સસૂત્ર સાત ગાથા પ્રમાણ છે. તેની પહેલી ગાથામાં ચાર અતિશયના વર્ણનપૂર્વક તીર્થકરોની સ્તુતિ કરવાની પ્રતિજ્ઞા છે. બીજી ત્રણ ગાથામાં ચોવીશ તીર્થકરોના (પ્રત્યેક ગાથામાં આઠ આઠની સંખ્યામાં) નામનું વર્ણન છે. આ ત્રણ ગાથા તંત્રશાસ્ત્રની દૃષ્ટિએ પણ અતિમહત્ત્વ ધરાવે છે. પહેલી ગાથામાં બાર બિંદુ, બીજી ગાથામાં બાર બિંદુ અને ત્રીજી ગાથામાં અગિયાર બિંદુ એમ કુલ ત્રણ ગાથામાં ૩પ બિંદુઓ રહેલાં છે. મંત્રશાસ્ત્રમાં બિંદુ અગત્યનું સ્થાન ધરાવે છે. નાદ અને કલા તે બિંદુની જ સૂક્ષ્મ અવસ્થાઓ છે. “પરમાત્માના નામનું ઉચ્ચારણ જ્યારે બિંદુ સહિત કરવામાં આવે છે, ત્યારે તે સર્વકામનાઓની પૂર્તિ કરે છે અને મોક્ષ આપનાર પણ થાય છે,' એવું તંત્રશાસ્ત્રોનું પ્રસિદ્ધ નિરુપણ છે. લોગસ્સસૂત્ર એ શ્રુતકેવલી ચૌદપૂર્વધર ગણધર ભગવંતોની રચના હોવાથી તેમાં મંત્ર, તંત્ર, વિદ્યા અને સિદ્ધિઓ રહેલી હોય એ સમજી શકાય છે. ‘ધબ્બો મનમુટું એ ગાથાથી શરૂ થતા શ્રીદશવૈકાલિક ગ્રન્થના પ્રારંભ મંગલમાં પણ મંત્રમયતા રહેલી છે અને તેનાં વિધિપૂર્વક ઉચ્ચારણાદિથી રસસિદ્ધિ, સુવર્ણસિદ્ધિ વગેરે સિદ્ધિઓ ઉત્પન્ન થાય છે, એમ આમ્નાયવિદો જાણે છે. લોગસ્સસૂત્રની આ ત્રણ ગાથાઓ પણ તેની મંત્રમયતાના કારણે પ્રસિદ્ધ છે. છેલ્લી ત્રણ ગાથાઓ કે જે લોગસ્સસૂત્રની ચૂલિકારૂપ ગણાય છે, એમાં વિવિધ રીતે તીર્થંકરભગવંતોની સ્તુતિ કરવામાં આવી છે. છેલ્લી આ ત્રણ ગાથાઓ પ્રણિધાનસ્વરૂપ છે અને ચિત્તની વિશુદ્ધિ માટે પ્રણિધાન એ મહત્ત્વની વસ્તુ છે. પ્રણિધાનપૂર્વક થયેલી ક્રિયા તીવ્ર વિપાક-ઉત્કટફળને આપનારી મનાય છે અને અનુષ્ઠાનને સાનુબંધ બનાવે છે. "ચોવીશ તીર્થકરોની અને ઉપલક્ષણથી સર્વ તીર્થકરોની સ્તુતિ કર્યા બાદ “તીર્થકરો મારા ઉપર પ્રસન્ન થાઓ, મને આરોગ્ય બોધિલાભ અને ઉત્કૃષ્ટ સમાધિને આપો તથા પરમપદરૂપી મોક્ષને આપનારા પણ થાઓ.” એ રીતે જુદા જુદા પ્રકારે સ્તુતિ કરવામાં આવી છે, એની પાછળ ગંભીર રહસ્ય રહેલું છે. લોગસ્સસૂત્ર ઉપર વિશદ ટીકાને રચનારા શ્રીહરિભદ્રસૂરિમહારાજે ‘લલિતવિસ્તરા” નામના ટીકાગ્રંથમાં તે રહસ્યનું ઉદ્ઘાટન કર્યું છે.
તીર્થકરોની પ્રસન્નતા :
તીર્થંકરભગવાન કે જેમના રાગાદિ દોષો સંપૂર્ણ નાશ પામી ચૂક્યા છે, તેઓ કોઈના ઉપર પણ પ્રસન્ન કે નારાજ થતા નથી. તો પછી આ પ્રાર્થના કરવાનો શો અર્થ ? એ પ્રશ્ન કુદરતી રીતે ઉત્પન્ન થાય છે. એનો ઉત્તર એ છે કે અહીં કાર્યસિદ્ધિ માટે પ્રાર્થનીયની પ્રસન્નતાઅપ્રસન્નતા એ ગૌણ વસ્તુ છે અને એમનું સામર્થ્ય એ મુખ્ય વસ્તુ છે. એ માટે દષ્ટાંત આપીને સમર્થન કરવામાં આવ્યું છે કે અચેતન એવા શબ્દાત્મક મંત્ર પણ પોતાના જાપ દ્વારા એ ફળ આપે છે અને એકેન્દ્રિય એવા ચિંતામણિરત્ન આદિ પણ ઉપાસના દ્વારા ઇષ્ટ સિદ્ધિને કરનાર થાય છે.
१. प्रणिधानकृतं कर्म, मतं तीव्रविपाकवत् । सानुबन्धत्वनियमात्, शुभांशाच्चैतदेव तत् ॥१॥
–શ્રીહરિભદ્રસૂરિ ! (પંથસૂત્રટીકાયામ્)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org