________________
૧૦૪
લોગસ્સસૂત્ર સ્વાધ્યાય ' છદ્મસ્થાવસ્થામાં મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનથી જોવાય છે તેથી તે “લોક' કહેવાય છે. પુગલ મર્યાદારૂપ અવધિજ્ઞાનથી ચારે તરફથી જોવાય છે તેથી પણ ‘લોક' કહેવાય છે. મન:પર્યવજ્ઞાનથી વિશેષરૂપે-પ્રકૃષ્ટરૂપે દેખાય છે તેથી પણ ‘લોક' કહેવાય છે. કેવળજ્ઞાન દ્વારા શ્રીજિનવરો વડે સંપૂર્ણપણે જોવાય છે, એટલે કે સર્વ દ્રવ્યો અને પર્યાયોથી સારી રીતે જ્ઞાત કરાય છે તેથી પણ લોક' કહેવાય છે. ચતુર્વિશતિ સ્તવના ઉચ્ચારણનો વિધિ
ચતુર્વિશતિ સ્તવના ઉચ્ચારણ વેળા સ્થાન આદિની વિધિ દર્શાવતાં તે ગ્રંથમાં જણાવાયું છે કે –
चउरंगुलंतरपादो, पडिलेहिय अंजलीकय पसत्थो ।
अव्वाखित्तो वुत्तो, कुणदिय चउवीसत्थयं भिक्खू ॥ અર્થ–બે પગની વચમાં ચાર આંગળનું અંતર રાખી, શરીરના અવયવોનું હલનચલન બંધ કરી; શરીર, ભૂમિ અને ચિત્તનું પ્રમાર્જન કરી; અંજલિ જોડી; સૌમ્યભાવવાળા બની તથા ચિત્તની વ્યાક્ષિપ્તતા દૂર કરી; અર્થાત્ સર્વ વ્યાપારથી રહિત બની ભિક્ષુ ચતુર્વિશતિ સ્તવનેચોવીશ ભગવંતોની સ્તવનાને કરે. સ્થાનકવાસી સંપ્રદાયાનુસાર લોગસ્સસૂત્ર
સ્થાનકવાસી સંપ્રદાય લોગસ્સસૂત્રને જે રીતે શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાય માને છે તે જ રીતે માને છે. સન્મતિ જ્ઞાનપીઠ, આગ્રાથી પ્રકાશિત “સામાયિકસૂત્ર' પુસ્તક તપાસતાં તેમાં અને છે. મૂર્તિપૂજક સંપ્રદાયની માન્યતાનુસારના લોગસ્સસૂત્રમાં કાંઈ પણ ફરક ન હોવાથી અહીં તે પાઠ છાપવામાં આવેલ નથી. તેરાપંથી સંપ્રદાયાનુસાર લોગસ્સસૂત્ર
આદર્શ સાહિત્ય સંઘ, સરદાર શહેરથી પ્રકાશિત “શ્રાવક પ્રતિક્રમણસૂત્ર' પુસ્તક (કે જેની હિંદી ટીકા મુનિશ્રી નથમલજીએ લખેલ છે) તપાસતાં, તેમાં અને . મૂર્તિપૂજક સંપ્રદાયની માન્યતાનુસારના લોગસ્સસૂત્રમાં કાંઈ પણ વિભિન્નતા નહીં હોવાથી તે પણ પાઠ અત્રે જુદો છાપવામાં આવેલ નથી.
(૧૧)-૩ લોગસ્સ-કલ્પ લોગસસૂત્રની ગાથાઓ તથા પદો મન્ત્રાત્મક હોવાથી તે તે ગાથાઓનો જુદા જુદા મન્નબીજોના સંયોગપૂર્વક જો વિધિપૂર્વક જાપ કરવામાં આવે તો તે વિભિન્ન વિભિન્ન કાર્યને સાધનાર બને છે.
ઉપર્યુક્ત વિગતને જણાવતો “લોગસ્સ-કલ્પ' પ્રાચીન હસ્તલિખિત અનેક પ્રતિઓમાં પ્રાપ્ત થાય છે. તેવી જ એક હસ્તલિખિત પ્રાચીન પ્રતિમાંથી “લોગસ્સ-કલ્પ' જેવો પ્રાપ્ત થયો તેવો જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org