________________
[૫]
અર્થસંકલના
પંચાસ્તિકાયનો કેવલજ્ઞાનરૂપી દીપકથી પ્રકાશ કરવાના સ્વભાવવાળા; સર્વ જીવોની પોતપોતાની ભાષામાં પરિણામ પામનારી અનુપમવાણીદ્વા૨ા ધર્મતીર્થનું સ્થાપન કરવાનાં સ્વભાવવાળા, રાગ, દ્વેષ આદિ આંતર શત્રુઓને જીતનારા અને જેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે એવા ચોવીસેય તેમ જ બીજા પણ (અન્યક્ષેત્રમાં થયેલા) અર્હતોને હું નામોચ્ચારણપૂર્વક સ્તવીશ. ૧
ઋષભદેવને અને અજિતનાથને હું વંદું છું. સંભવનાથને, અભિનંદન સ્વામીને અને સુમતિનાથને અને પદ્મપ્રભ સ્વામીને, સુપાર્શ્વજિનને અને ચન્દ્રપ્રભ સ્વામીને હું વંદું છું. ૨
સુવિધિનાથ કે જેમનું બીજું નામ ‘પુષ્પદંત’ છે તેમને, શીતલનાથને, શ્રેયાંસનાથને અને વાસુપૂજ્ય સ્વામીને, વિમલનાથને અને અનન્તજિનને, ધર્મનાથને અને શાંતિનાથને હું વંદન કરું છું. ૩
કુંથુનાથને, અરનાથને અને મલ્લિનાથને હું વંદું છું. મુનિસુવ્રત સ્વામીને અને નમિજિનને હું વંદુ છું. અરિષ્ટનેમિને, પાર્શ્વનાથને અને વર્ધમાન સ્વામીને હું વંદન કરું છું. ૪
ઉપર્યુક્ત વિધિથી મારા વડે નામથી કીર્તન કરાયેલા, જેમણે વર્તમાનમાં બંધાતાં અને ભૂતકાળમાં બંધાયેલાં કર્મો દૂર કર્યાં છે અને જેમનાં જરામરણ સંપૂર્ણ રીતે નષ્ટ થયેલાં છે એવા ચોવીસેય તેમ જ અન્ય પણ કેવળજ્ઞાની શ્રીતીર્થંકરભગવંતો મારા પર પ્રસન્ન થાઓ. ૫
પોતપોતાના નામથી સ્તવાયેલા, મન-વચન-કાયા વડે વંદાયેલા અને પુષ્પો આદિથી પૂજાયેલા, જે સુર અસુર આદિ રૂપ લોકને પ્રત્યક્ષ છે, લોકમાં ઉત્તમ છે અને કૃતકૃત્ય થયેલા છે તેઓ (શ્રી તીર્થંકર ભગવંતો) મને આરોગ્ય (સિદ્ધપણું) પ્રાપ્ત કરવા માટે બોધિલાભ અને શ્રેષ્ઠ ભાવસમાધિ આપો. ૬
ચંદ્રો કરતાં પણ વધારે નિર્મળ, સૂર્યો કરતાં પણ વધારે પ્રકાશ કરનારા, સ્વયમ્ભરમણ સમુદ્ર કરતાં પણ ગંભીર અને કૃતકૃત્ય થયેલા તેઓ (શ્રીતીર્થંકરભગવંતો) મને સિદ્ધિ-મોક્ષ-આપો. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org